કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે. હાર્ટ એટેક શબ્દ જાણે સામાન્ય બની ગયો છે કારણ કે નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને મોતને લોકો ભેટી રહ્યા છે. પહેલા કોરોનાને કારણે પરિવારનો માળો વિખેરાયો હતો ત્યારે હવે હાર્ટ એટેક જીવલેણ સાબિત થઈ રહ્યો છે. વધુ બે યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. મળતી માહિતી અનુસાર એક ઘટના વાપીની છે અને બીજી એક ઘટના સુરતના પુણાગામની છે.
કોરોના બાદ વધ્યા હાર્ટ એટેકના કિસ્સાઓ!
અમુક બિમારીઓ માટે પહેલાના સમયમાં માનવામાં આવતું હતું કે આવી બિમારીઓ મોટી ઉંમરના લોકોને થાય. મોટી ઉંમરના લોકોને હાર્ટ એટેક આવે અને તે મોતને ભેટે... પરંતુ કોરોના બાદ પરિસ્થિતિ બદલાઈ અને યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તે મોતને ભેટી રહ્યા છે. એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે! જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે કેસમાં તો સારવાર મળે તે પહેલા જ વ્યક્તિનું મોત થઈ જાય છે. વધુ બે યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે.
બે યુવાનોના મોત થયા હાર્ટ એટેકને કારણે!
એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે તો બીજી કિસ્સો વાપીથી સામે આવ્યો છે. વાપીમાં 38 વર્ષીય બેંક કર્મચારીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે જ્યારે સુરતમાં રત્ન કલાકારનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. રત્નકલાકારને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો. સારવાર માટે હોસ્પિટલ લઈ જવાય તેની પહેલા જ રત્ન કલાકારે દુનિયાથી અલવિદા લઈ લીધી હતી. સારવાર મળે તેની પહેલા જ રત્ન કલાકારનો જીવ જતો રહ્યો હતો. મળતી માહિતી અનુસાર વાપીથી જે ઘટના સામે આવી છે તેમાં ઉંઘમાં જ બેંક કર્મચારીનું મોત થઈ ગયું હતું.
વિદ્યાર્થીઓના મોત પણ થઈ રહ્યા છે હાર્ટ એટેકને કારણે!
મહત્વનું છે કે કોઈનું મોત ડાન્સ કરતા કરતા થઈ રહ્યું છે તો કોઈનું મોત રમતા રમતા થઈ રહ્યું છે. ન માત્ર યુવાનો પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે તેવા કિસ્સાઓ આપણી સામે છે. વિદ્યાર્થીઓનું ભણતર પતે તેની પહેલા તેમની જિંદગી પૂર્ણ થઈ જાય છે.