Heart Attackએ લીધો વધુ એક વ્યક્તિનો ભોગ, પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહિલાનું થયું નિધન, પરિવારમાં શોકની લાગણી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-13 13:43:06

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે. યુવાનોને કાળ હાર્ટ એટેકના રૂપમાં ભરખી રહ્યો છે. તાજેતરમાં એવી અનેક ઘટનાઓ બની રહી છે જેમાં યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તે જીંદગી સામેની જંગ હારી જાય છે. વિદ્યાર્થીઓ પણ હૃદય હુમલાનો ભોગ બની રહ્યા છે. ત્યારે રાજ્યમાં વધુ એક હાર્ટ એટેક આવવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં પોલીસ કર્મીનું નિધન હૃદય હુમલાને કારણ કે થયું છે. ભાવનગરથી એક કરૂણ ઘટના સામે આવી છે જેમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવતી  મહિલાનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું છે. જે મહિલા કોન્સ્ટેબલનું નિધન થયું છે તેમનું નામ કવિતા ભટ્ટ છે અને તે ભાવનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા. પોલીસ પરેડ બાદ જ્યારે ઘરે તે ઘરે પહોંચ્યા ત્યારે તે હૃદય હુમલાનો શિકાર બની ગઈ.  


પોલીસ કોન્સ્ટેબલ તરીકે મહિલા નિભાવતા હતા ફરજ 

કોરોના બાદ હાર્ટ એટેક આવવાની ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે. નાની ઉંમરે લોકોના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. કોઈ યોગા કરતા કરતા મોતને ભેટે છે તો કોઈ ડાન્સ કરતા કરતા, કોઈ યોગા કરતા કરતા કાળનો કોળિયો બની રહ્યા છે. ત્યારે ફરી એક વખત હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે જેમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહિલાનું નિધન હૃદય હુમલાને કારણે થયું છે. પોલીસ પરેડ પતાવી કવિતા ભટ્ટ પોતાના ઘરે આવે છે, ત્યાં તેમની છાતીમાં અચાનક દુખાવો થાય છે. છાતીમાં દુખાવો થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવે છે ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવે છે. 28 વર્ષની નાની ઉંમરે યુવતી હાર્ટ એટેકનો ભોગ બની ગઈ. પોલીસ પરેડ તેમના જીવનની આખરી પરેડ બની ગઈ હતી. ભાવનગરના ભાખલપરા ગામમાં કવિતા રહેતા હતા. 


શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આવી રહ્યા છે હાર્ટ એટેક  

મહત્વનું છે હવે તો ન માત્ર યુવાનો પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં 10માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થાય છે. આપણને સાજા લાગતા લોકો ગમે ત્યારે મોતને ભેટી રહ્યા છે જે ચિંતાનો વિષય છે. હજી સુધી જેટલા કિસ્સાઓ સામે આવ્યા છે તેમાંથી અનેક લોકોએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે. કોરોના વેક્સિનને કારણે લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે તેવી વાત લોકોના મનમાં છવાઈ ગઈ છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?