Heart Attackએ લીધો વધુ એક યુવાનનો ભોગ, Himmatnagarમાં રહેતો યુવાન પોતાના ઘરમાં ઢળી પડ્યો અને પછી...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-30 13:47:42

હાર્ટ એટેકથી લોકોના મોત થવા જાણે સામાન્ય બની ગયું હોય તેવું લાગે છે. દરરોજ એક અથવા તો તેનાથી પણ વધારે સમાચાર આવતા હોય છે જેમાં યુવક-યુવતીઓ હાર્ટ એટેકનો શિકાર બનતા હોય છે. તાજેતરમાં જ આપણી સામે અનેક એવા કિસ્સાઓ આવ્યા છે જેમાં માણસ ક્યારે અંતિમ શ્વાસ લઈ લે તે ખબર નથી પડતી. તાજેતરમાં જ હાર્ટ એટેકને કારણે અનેક લોકોના મોત થયા છે. ત્યારે વધુ એક યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.  હિંમતનગરમાં 21 વર્ષીય યુવાન કેવિન રાવલનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. મોડી રાત્રે કેવિન પોતાના ઘરમાં ઢળી પડ્યા હતા. સારવાર અર્થે જ્યારે તેમને ખસેડવામાં આવ્યા ત્યારે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

News paper photographer son dies of heart attack in Himantanagar ગુજરાતમાં વધુ એક આશાસ્પદ યુવકનું  હાર્ટ અટેકથી નિધન, અખબારના ફોટોગ્રાફરના પુત્ર અચાનક ઘરમાં ઢળી પડ્યાં


હિંમતનગરમાં એક યુવકનો હાર્ટ એટેકને કારણે ગયો જીવ 

માણસ આવનાર ક્ષણ જોશે કે નહીં તેની ખબર નથી હોતી. સ્વસ્થ્ય લાગતા માણસો અચાનક મોતને ભેટી રહ્યા છે. જેમણે હજી દુનિયાને જોઈ નથી તે દુનિયાને અલવિદા કહી રહ્યા છે. યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. કોરોના બાદ તો હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો નોંધાયો છે. થોડા સમય પહેલા સુરતમાં એક વિદ્યાર્થિનીનું મોત શાળામાં થયું હતું. ક્લાસમાં ભણતી હતી તે વખતે તે અચાનક ઢળી પડી હતી. ત્યારે આજે ફરી એક વધુ એક યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. કોઈ ગરબા કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. હિંમતનગરમાં એક યુવકે પોતાનો જીવ હાર્ટ એટેકને કારણે ગુમાવ્યો છે.  ગઇકાલે મોડી રાત્રે કેવિન રાવલ ઘરમાં ઢળી પડતા તેમને  હોસ્પિટલ લઇ જવાયા હતા. હોસ્પિટલના તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો. અચાનક પુત્રની ચિર વિદાયથી પરિવાજનો આઘાતમાં સરી પડ્યાં છે.



હાર્ટ એટેક આવવા પાછળના કારણોની વાત કરીએ તો : 

1. વધારે સ્ટ્રેસ લેવું -  નવી જનરેશનમાં સ્ટ્રેસ લેવલ ખૂબ વધારે જોવા મળી રહ્યું છે. નાની નાની વાતોનું સ્ટ્રેસ યુવાનો લઈ રહ્યા છે. માનસિક તણાવનો શિકાર યુવાનો બની રહ્યા છે. પારિવારિક કારણો, આર્થિક કારણો સહિત અનેક એવા પરિબળો છે જેને કારણે યુવાનોમાં સ્ટ્રેસ લેવલ વધી રહ્યું છે. વિદ્યાર્થીઓ પણ અનેક વખત સ્ટ્રેસની વાતો કરતા સંભળાય છે. 


2. ખરાબ ખોરાક : આપણા સ્વાસ્થ્ય પર સૌથી વધારે જેની અસર પડતી હોય છે તે હોય છે ખોરાકની. આપણે જેવો ખોરાક લઈએ છીએ તે પ્રમાણે આપણું શરીર કામ કરતું હોય છે તેવું સામાન્ય રીતે આપણે માનીએ છીએ. વડીલો હેલ્ધી ડાયટ ખાવા પર વધારે ધ્યાન આપવાનું કહેતા હોય છે પરંતુ નવી જનરેશન હેલ્ધી ખાવાને બદલે ફાસ્ટ ફૂડ ખાવાનું વધારે પસંદ કરે છે. જમવાનો સમય પણ નિયમિત નથી હોતો. 


3. પૂરતી ઉંઘ ન મળવી : આખો દિવસ આપણું શરીર કામ કરતું હોય છે. શારીરિક શ્રમ આપણા શરીરને પડતો હોય છે. ત્યારે શરીરને પૂરતો આરામ મળી રહે તે માટે ઉંઘ આવશ્કય છે. જો શરીરને પૂરતી ઉંઘ નથી મળતી તો શરીર પર તેની અસર દેખાવવાની શરૂ થઈ જાય છે. પૂરતી ઉઘ ન મળવાને કારણે અથવા તો લેટ સુધી જાગવાને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. 


4. વ્યસન : આજકાલ અનેક લકો ધૂમ્રપાન કરતા હોય છે. ધ્રૂમપાનને કારણે હૃદય પર ગંભીર અસર થતી હોય છે. હાર્ટ સંબંધિત બીમારીઓ તેમજ અચાનક હાર્ટ એટેકનો ખતરો પણ વધારે રહેતો હોય છે. ધૂમ્રપાનથી ધમનીઓમાં લોહીના ગંઠાવાનું કારણ બની શકે છે. આ ધમનીઓની કામગીરીમાં અવરોધ લાવી શકે છે. અને આ લક્ષણોને કારણે હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધી જાય છે. 

 


5. અતિશય કસરત કરવી : સામાન્ય રીતે આપણે શારીરિક રીતે મજબૂત રહેવા માટે કસરત કરતા હોઈએ છીએ. અનેક લોકો જીમમાં જતા હોય છે. પરંતુ વધારે પડતી કસરત પણ જીવન માટે જોખમી સાબિત થાય છે. થોડા સમયમાં એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં નિયમીત રીતે કસરત કરતા લોકો પણ હાર્ટ એટેકનો ભોગ બનતા હોય છે.કસરત શરીર માટે સારી છે પરંતુ અતિશય કસરત ઘાતકી સબિત થઈ શકે છે. વધુ પડતી કસરત કરવાને કારણે પણ હાર્ટ એટેક આવવાના કિસ્સામાં વધારો થાય છે. 



શું છે હાર્ટ એટેક આવવાના લક્ષણો? 

હાર્ટ એટેકના લક્ષણોની વાત કરીએ તો છાતીમાં ભારેપણું લાગે છે. સામાન્ય પરિસ્થિતિમાં પણ શ્વાસ લેવાની તકલીફ પડવી. એક કે બે માળની સિડીઓ ચઢો અને ઉતરો તો શ્વાસ લેવામાં તકલીફ પડે. અનેક કિસ્સાઓમાં ચક્કર આવવા અથવા તો ગભરામણ થવી પણ બનતું હોય છે. આ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. જો આવું થાય તો ડોક્ટરનો સંપર્ક તરત કરવો જોઈએ. કોઈ વખત એવું પણ થાય કે ખાધા પછી ગળામાં બળતરા શરૂ થઈ જાય. દિવસ દરમિયાન જ્યારે પણ તમે કંઇક ખાઓ ત્યારે પણ આ અનુભવી શકાય છે. આ પણ હૃદય હુમલાનું લક્ષણ હોઈ શકે છે.    



હાર્ટ એટેકથી બચવાના ઉપાયની વાત કરીએ તો - 

જોબ પર સ્ટ્રેસને કારણે અનેક લોકોના મોત થતા બોય છે. હાલનું જીવન સ્ટ્રેસફૂલ થઈ ગયું છે. સ્ટ્રેસ લેવાના કારણે લોકો અનેક ગંભીર બિમારીઓનો ભોગ બની રહ્યા છે.સ્ટ્રેસને દૂર કરવા માટે નેચરની વચ્ચે રહેવું જોઈએ. પ્રકૃતિના સાનિધ્યમાં થોડો સમય વિતાવવો જોઈએ. તે સિવાય આરોગ્ય વર્ધક જમવાનું ખાવું જોઈએ. બહારનું ફાસ્ટ ફૂડ ખાવવાનું ટાળવું જોઈએ. વ્યસન આપણા શરીર માટે ઉપરાંત બીજાના સ્વાસ્થય માટે જોખમી છે તો વ્યસન કરવાનું છોડવું જોઈએ. કસરત શરીર માટે સારી છે પરંતુ કોઈ પણ વસ્તુનું અતિશય જોખમી સાબિત થાય છે. જોબના સમય દરમિયાન બેઠાડુ જીવન થઈ ગયું છે. માટે ઓફિસના સમય દરમિયાન થોડું હલન ચલન કરવું જોઈએ.       



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?