કોરોના કાળ બાદ રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક હદે વધ્યા છે, તેમાં પણ યુવાનો હાર્ટ એટેકનો ભોગ સૌથી વધુ બની રહ્યા છે. ક્રિકેટ રમતા, વ્યાયામ કરતા કે પછી સામાજીક પ્રસંગમાં ડાન્સ કરતો યુવાન અચાનક જ પછડાઈને પ્રાણ ગુમાવતો હોવાનોની ઘટના અવારનવાર સામે આવી છે. જો કે આ બાબતની ગંભીર નોંધ લઈ રાજકોટ સિવિલે અનોખી પહેલ કરી છે. નવરાત્રી દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાર્ટ-એટેક માટે ખાસ વોર્ડ ઊભો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ખલૈયાઓની રક્ષા માટે રાજકોટ સિવિલની પહેલ
યુવક-યુવતીઓનો ખૂબ જ પ્રિય એવો નવરાત્રિ મહોત્સવ નજીક આવતાં ગરબા રમતા યુવાનોનાં હાર્ટ-એટેકના કિસ્સામાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં લઇને રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા ત્વરિત સારવાર માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ માટે હોસ્ટિપલમાં એક અલાયદો વોર્ડ તૈયાર કરાયો છે. સિવિલ હોસ્પિટલમાં નવરાત્રીના નવ દિવસ દરમિયાન હાર્ટ એટેકના સંભવિત દર્દીઓની સારવાર માટે ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં 50 બેડ હશે. જેમાં 20 મહિલા અને 20 પુરુષો માટે તેમજ 10 બેડ હાર્ટ એટેકેની ગંભીર ઇમરન્જસી સર્જરી માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ વોર્ડમાં નવરાત્રી દરમિયાન રાત્રે ડોક્ટરની ખાસ ટીમ પણ હાજર રહેશે. દવાઓ, ઇન્જેક્શન સહિતની તમામ વ્યવસ્થા આ વોર્ડમાં ઉભી કરવામાં આવી છે.
50 બેડનો સ્પેશિયલ વોર્ડ
રાજકોટ રાજકોટ સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડન્ટે આર.એસ ત્રિવેદી એ આ અંગે જણાવ્યું હતું કે તાજેતરમાં રાજકોટમાં સામે આવેલા બનાવોને લઈને સિવિલ હોસ્પિટલ સજ્જ છે તેમજ બદલાયેલી લાઇફસ્ટાઇલ હાર્ટ-એટેકના વધતા બનાવો માટે કારણ હોવાની આશંકા પણ તેમણે વ્યક્ત કરી હતી.વધુમાં તેમણે જણાવ્યું હતું કે નવરાત્રી પર સિવિલ હોસ્પિટલમાં હૃદય રોગ માટે ખાસ વોર્ડ તૈયાર, 50 બેડનો સ્પેશિયલ વોર્ડ કરાયો તૈયાર કરવામાં આવશે. જેમાં વોર્ડમાં 1 કાર્ડિયોલોજિસ્ટ, 4 મેડિસિન વિભાગના ડોક્ટર તેમજ 2 મનોચિકિત્સક અને 2 કાઉન્સિલર રહેશે તૈનાત, 24 કલાક રહેશે સ્ટાફ તૈનાત ખાસ કરી રાત્રિના નવ વાગ્યાથી 1 વાગ્યા સુધી સતત સ્ટાફ ખડે પગે રહેશે. રાજકોટમાં હાર્ટ-એટેકથી યુવાનોનાં મોત સિવિલ સુપરિન્ટેન્ડન્ટ આર. એસ. ત્રિવેદીના જણાવ્યા મુજબ, કોરોના બાદ ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ-એટેકના બનાવો વધ્યા એ ચિંતાનો વિષય છે, જેમાં રાજ્યમાંથી ગરબા રમતાં-રમતાં અથવા ગરબા રમ્યા બાદ યુવાનનાં હાર્ટ-એટેકથી મોત થયાના બનાવો પણ સામે આવ્યા છે. આવા બનાવો રાજકોટમાં પણ સામે આવતાં નવરાત્રિ આયોજકોએ મારી મુલાકાત લીધી હતી અને પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવના આયોજકો દ્વારા રજૂઆત કરાઈ છે કે તેમના નવરાત્રિ ઉત્સવના સ્થળે ડોકટર નર્સ સહિતના સ્ટાફ ઉપરાંત એમ્બ્યુલન્સો મૂકવામાં આવે, જેથી કરી કોઈપણ ગરબા ખલૈયાની તબિયત ખરાબ જણાઈ તો તત્કાળ તે ડોકટરની ટીમ પાસેથી સારવાર લઈ શકીએ. આ પ્રકારની રજુઆત બાદ હોસ્પિટલે અંતે સ્પેશિયલ વોર્ડ ઉભો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.