એક દિવસ એવો નથી જતો જ્યારે હાર્ટ એટેકના સમાચારો સામે ન આવતા હોય. લોકો હાર્ટ એટેકને કારણે મોતને ન ભેટતા હોય. માત્ર થોડા દિવસોની અંદર જ અનેક લોકોના જીવ ગયા છે. થોડા દિવસો પહેલા 13 વર્ષીય બાળકનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું તે જ દિવસે 18 વર્ષીય દીકરીનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું છે. ત્યારે આજે ફરી બે લોકોના મોત હૃદય હુમલાને કારણે થયા છે. સુરતથી બે લોકોના મોત થયા છે તેવા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં 35 વર્ષીય યુવકનું મોત અને બીજા કિસ્સામાં 42 વર્ષીય વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.
થોડા દિવસોમાં જ અનેક યુવાનો બન્યા છે હાર્ટ એટેકનો ભોગ
દિવસેને દિવસે હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે. પ્રતિદિન કોઈને કોઈ વ્યક્તિ મોતને ભેટે છે અને એ પણ હાર્ટ એટેકને કારણે. અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેને કારણે ચિંતામાં વધારો થયો છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે ડોક્ટરોમાં પણ આ એક ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા થોડા સમયની અંદર જ ઘણા બધા કિસ્સાઓ છે. ત્યારે વધુ બે કિસ્સા હાર્ટ એટેકના સુરતથી સામે આવ્યા છે.
24 કલાકમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હાર્ટ એટેકને કારણે
સુરતના વેસુ વિસ્તારમાં કલરકામ કરતા યુવાનને અચાનક છાતીમાં દુખાવો થયો અને તેનું મોત નિપજ્યું. યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેની પહેલા જ તેમણે દેહ છોડી દીધો હતો. પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. તે ઉપરાંત ઓલપાડામાં 42 વર્ષીય વ્યક્તિનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. 24 કલાકમાં બે વ્યક્તિના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. મહત્વનું છે કે આની પહેલા રાજકોટથી જ અનેક લોકોના મોત થયા છે. થોડા દિવસોની અંદર જ બહુ બધા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ગરબા ગ્રાઉન્ડ પર તૈનાત રહેશે મેડિકલ ટીમ
થોડા દિવસ પહેલા 13 વર્ષીય બાળકનું મોત થયું છે. જામનગરનો વતની અને મુંબઈમાં અભ્યાસ કરતો હતો. યોગા કરતા કરતા તેનું મોત થઈ ગયું હતું, પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. તે સિવાય એ જ દિવસે 18 વર્ષીય દીકરીએ પ્રાણ હાર્ટ એટેકને કારણે ગુમાવ્યો છે. તે પહેલા પણ ગરબા રમતા રમતા એક યુવકનું મોત થઈ ગયું હતું. કોરોના બાદ તો આવા કિસ્સાઓ દરરોજ સામે આવી રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેક યુવાનોને ભરખી રહ્યો છે. યુવાનોમાં વધતા હાર્ટ એટકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી ગરબા આયોજકોએ પણ વિશેષ આયોજન કર્યું છે. ગરબા ગ્રાઉન્ડ પર ડોક્ટરની ટીમ તૈનાત રહેશે તેવી વાત કરવામાં આવી છે. એએમએ દ્વારા પણ ઉપરાંત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે.