મહિલા અનામત બિલનો તાત્કાલિક અમલ કરવાની માગ કરતી અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી, જાણો કોકડું ક્યાં ગુંચવાયું છે?


  • Published By :
  • Published Date : 2024-01-22 16:01:53

સુપ્રીમ કોર્ટ આજે સોમવારે (22 જાન્યુઆરી)ના રોજ લોકસભા ચૂંટણી પહેલા મહિલા આરક્ષણ બિલના તાત્કાલિક અમલની માગ કરતી અરજી પર સુનાવણી કરશે. આ અરજી કોંગ્રેસના નેતા જયા ઠાકુરે દાખલ કરી છે. કેસ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચમાં લિસ્ટેડ છે. આ કેસની સુનાવણી બીજી વખત શરૂ થઈ રહી છે. ગત સુનાવણીમાં કેન્દ્ર સરકાર તરફથી કોઈ વકીલ હાજર નહોતા, તેથી સુનાવણી સ્થગિત કરી દેવામાં આવી હતી.  ઉલ્લેખનિય છે કે નારી શક્તિ વંદન કાયદો 20 સપ્ટેમ્બર ના રોજ લોકસભા અને 21 સપ્ટેમ્બર 2023ના રોજ રાજ્ય સભામાં પસાર થયું હતું.


અગાઉ સુપ્રીમે કર્યો હતો ઈન્કાર


સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2023ના રોજ આ મામલે નોટિસ આપવાનો ઈન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે નારી શક્તિ વંદન બિલ 2023ની જોગવાઈઓને રદ્દ કરવી ખૂબ મુશ્કેલ હશે. કેમ કે તે મહિલાઓ માટે 33 ટકા અનામત આપે છે. જ્યાં સુધી જનગણના અને પરિસીમનની કવાયત પુરી નથી થતી, બિલ અમલી બનશે નહીં.  


દેશમાં મહિલાઓની અડધી વસ્તી પણ ચૂંટણીમાં ભાગીદારી માત્ર 4 ટકા


અરજીકર્તાએ કહ્યું કે રિઝર્વેશન બિલ લાગુ કરવા માટે વસ્તી ગણતરી અને પરિસીમનની કોઈ જરૂર નથી, કેમ કે સીટોની સંખ્યા પહેલેથી જ જાહેર થઈ ચૂકી છે. આ સુધારો વર્તમાન સીટો માટે 33 ટકા અનામત આપે છે. આપણા દેશમાં તે માનવામાં આવે છે કે 50 ટકા વસ્તી મહિલાઓની છે, પરંતુ ચૂંટણીઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર 4 ટકા જ છે.  


27 વર્ષ બાદ પાસ થયું હતું બિલ


મોદી સરકારે નવી સંસદની પહેલી કાર્યવાહીમાં સપ્ટેમ્બર 2023માં 'નારી શક્તિ વંદન બિલ' રજુ કરવામાં આવ્યું હતું. મહિલા અનામત પસાર કરવા માટે છેલ્લા 27 વર્ષમાં વર્તમાન સરકાર સહિત 4 સરકારોએ 11મો પ્રયાસ હતો. આ બિલ પસાર થયા બાદ પણ તે ક્યારે પસાર થશે તે અંગે કોકડું ગુંચવાયું છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...