સુપ્રીમ કોર્ટમાં આજે "અસલી શિવસેના કોની?" તે મામલે સુનાવણી થશે જેનું સીધું પ્રસારણ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠ મહારાષ્ટ્રમાં શિવસેના પર ચાલી રહેલા વિવાદ મામલે સુનાવણી કરશે.
ન્યાયમૂર્તિ ચંદ્રચૂડની અધ્યક્ષતામાં સુનાવણી
ન્યાયમૂર્તિ ડી. વાઈ. ચંદ્રચૂડની અધ્યક્ષતાની બંધારણીય પીઠ મહારાષ્ટ્રના રાજનૈતિક સંકટ મામલે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે ગ્રુપની અરજી પર સુનાવણી કરશે. ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે ગ્રુપને પાર્ટી પરનો અધિકાર સાબિત કરવા માટે માટે સમય આપ્યો હતો. તે સમય પણ આજના દિવસે પૂરો થઈ રહ્યો છે. ઉદ્ધવ ગ્રુપ આજે ચૂંટણી પંચને સબૂત રજૂ કરશે.
શિંદે ગ્રુપના દાવા બાદ ઉદ્ધવને સબૂત રજૂ કરવા હુકમ
એકનાથ શિંદે ગ્રુપે દાવો કર્યો છે કે તેમની પાસે શિવસેનાના 40થી વધુ ધારાસભ્યો છે. માટે એકનાથ શિંદેના ગ્રુપને અસલી શિવસેનાનો હક મળવો જોઈએ. આ મામલે શિંદે ગ્રુપે ચૂંટણી પંચમાં અરજી પણ આપી છે. શિંદે ગ્રુપના આ દાવા પર ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેને શિવસેના તેની છે તે મામલે સબૂત રજૂ કરવા જણાવ્યું હતું.