શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદને લઈ મથુરા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મથુરાના સિવિલ જજે શાહી ઈદગાહ મામલે સર્વે કરાવાનો આદેશ આપ્યો છે. આદેશ આપી 20 જાન્યુઆરી સુધીમાં ઈદગાહ વિવાદિત સ્થળ પરિસરનો સર્વેક્ષણ રિપોર્ટ કોર્ટને સોંપવાના છે.
12 જાન્યુઆરીએ હાથ ધરાશે સુનાવણી
હિન્દુ પક્ષ દ્વારા કરવામાં આવેલી અપીલ પર આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.મથુરાના સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટે શાહી ઈદગાહના સર્વેનો આદેશ આપ્યો છે. વકીલ શૈલેષ દુબેએ જણાવ્યું હતું કે હિંદુ સેના તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પણ આ આદેશ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ 20 જાન્યુઆરી સુધીમાં સબમિટ કરાવાનો છે. આ કેસની આગળની સુનાવણી 12 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.
શું છે સમગ્ર મામલો ?
આ અરજી કોર્ટમાં એટલા માટે દાખલ કરવામાં આવી હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે શ્રીકૃષ્ણ જન્મસ્થળની 13.37 એકર જમીન મુક્ત કરાવામાં આવે. આ અરજીને ધ્યાનમાં રાખી સિવિલ જજ સીનિયર ડિવિઝનની કોર્ટે હિન્દુ સેનાના દાવા પર શાહી ઈદગાહ મસ્જિદનો અમીન સર્વે કરાવવાનો આદેશ આપ્યો છે. અને આ રીપોર્ટ 20 જાન્યુઆરી સુધીમાં સબમીટ કરાવાનો રહેશે. અરજી દાખલ કરનારે એવો દાવો કર્યો હતો કે શ્રીકૃષ્ણ જન્મભૂમિની 13.37 એકર જમીન પર મંદિર તોડીને ઓરંગઝેબે ઈદગાહ તૈયાર કરાવી હતી.