રખડતા ઢોર મામલે Gujarat Highcourtમાં હાથ ધરાઈ સુનાવણી, જાણો સૌથી વધારે ઢોર ક્યાંથી પકડાયા?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-07 14:22:24

ગુજરાતીઓને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ મળે તે માટે હાઈકોર્ટ દ્વારા તંત્રને કડક આદેશ આપી દેવામાં આવ્યા છે. હાઈકોર્ટની ટકોર બાદ રખડતા ઢોર પકડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. એએમસીના મુખ્યત્વે કર્મચારીઓ રસ્તા પર ફરતા ઢોરને પકડવા માટે ઉતરી ગયા છે. તંત્ર દ્વારા રખડતા ઢોર મામલે શું કાર્યવાહી કરવામાં આવી તેનો રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બિસ્માર રોડ, રખડતા ઢોર, પાર્કિંગ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 5979 પાનાનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં મનપાએ 1835 રખડતા ઢોરને પકડ્યા છે. 

High Court: હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને માન્યતા અપાવવા ગુજરાત હાઈકોર્ટ  એડવોકેટ એસોસિએશને રાજ્યપાલને લખ્યો પત્ર - Gujarati News | High Court:  Gujarat High Court ...

હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર એક્ટિવ મોડમાં દેખાયું 

તમે જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોવ ત્યારે રખડતા ઢોર દેખાય તો તમારા મનમાં એક ડર સતાવતો હોય છે કે આ ઢોર અથવા તો શ્વાન તમારી પર હુમલો ન કરી દે. કારણ કે પ્રતિદિન રખડતા ઢોરના હુમલાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અનેક લોકોને રખડતા શ્વાને અને ઢોરે પોતાના હુમલાનો શિકાર બનાવ્યા છે. આ મામલે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ટકોર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે. રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવી તેનો જવાબ ગુજરાત હાઈકોર્ટે માગ્યો છે. હાઈકોર્ટમાં આજે આ મામલે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. 5979 પાનાનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો છે જેમાં ક્યાંથી કેટલા ઢોર પકડાયા તેની માહિતી આપવામાં આવી છે. 27 ઓગસ્ટથી 5 નવેમ્બર સુધીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.


કયાં કેટલા રખડતા ઢોર પકડાયા? 

હાઈકોર્ટમાં જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે તે વિષય પર વાત કરીએ તો અમદાવાદ મનપાએ 1835 રખડતા ઢોર પકડ્યા, સુરત મનપાએ 514 રખડતા ઢોર પકડ્યા, વડોદરા મનપાએ 305 ઢોર પકડ્યા છે જ્યારે રાજકોટ મનપાએ 468 રખડતા ઢોર પકડ્યા છે. જૂનાગઢ મનપાએ 216 રખડતા ઢોર પકડ્યા છે. જામનગર મનપાએ 430 રખડતા ઢોર પકડ્યા છે. ભાવનગર મનપાએ 367 રખડતા ઢોરને પકડી પાડ્યા છે. ગાંધીનગરમાં 179 ઢોર પકડાયા છે. મહત્વનું છે કે આ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં તો આવી પરંતુ રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ મળશે કે નહીં તે એક પ્રશ્ન છે...     



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...