હવે પંચાયતના આરોગ્ય કર્મચારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો, વિધાનસભા ઘેરાવની આપી ચીમકી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 15:13:57

કર્મચારી આંદોલનો રાજ્યની ભાજપ સરકાર માટે માથાના દુખાવા સમાન બન્યા છે. પોતાની પડતર માગણીને લઈને લગભગ તમામ વિભાગોના કર્મચારીઓએ સરકાર સામે બાયો ચઢાવી છે. તેમાં પણ આરોગ્ય કર્મચારીઓએ તો સરકાર સામે રીતસર મોરચો માડ્યો છે. 8મી ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ હજારોની સંખ્યામાં ગાંધીનગરમાં ઉમટી પડ્યા હતા. આરોગ્ય કર્મચારીઓએ વિધાનસભા ઘેરાવની ચીમકી આપી છે. આરોગ્ય કર્મચારીઓની ચીમકીને પગલે સચિવાલય અને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.


આરોગ્ય કર્મીઓ લડી લેવાના મૂડમાં 


પોતાની પડતર માગણીઓને લઈને સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની બાહેધરી ન મળતા આકરા પાણીએ થયેલા આરોગ્ય કર્મીઓએ આંદોલનને આક્રમક બનાવાની રણનીતિ તૈયાર કરી છે. આરોગ્ય કર્મચારીઓ 15થી 20 સપ્ટેમ્બર સુધી આંદોલન કરશે. આ દરમિયાન હજારો આરોગ્ય કર્મચારીઓ વિધાનસભાનો ઘેરાવ કરશે. પરિવાર સાથે ધરણા પ્રદર્શન કરશે.  રેલી, રસ્તા રોકો આંદોલન તથા પ્રશ્નોનો ઉકેલ ન આવે તો ભૂખ હડતાળ પર પણ ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.  આરોગ્ય કર્મચારીના આક્રમક તેવરને લઈને સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આજે આરોગ્ય કર્મીઓના પ્રદર્શન મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરકાર વાતચીતથી ઉકેલ લાવવા તૈયાર છે.


કોણ કોણ રેલીમાં જોડાયું?


આજે હજારોની સંખ્યામાં પંચાયતના આરોગ્ય કર્મચારીઓ  ગાંધીનગરમાં ઉમટી પડ્યા હતા. ગુજરાતના 33 જિલ્લાના આરોગ્યના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, THS, THV અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર જેવા પંચાયતના આરોગ્યલક્ષી તમામ કર્મી તેમજ ફિલ્ડ કર્મચારીઓ પણ હડતાલમાં જોડાયા છે.



આરોગ્ય કર્મચારીઓની માંગણી શું છે?


પગારમાં વિસંગતતા દૂર કરી ગ્રેડ પેમાં વધારો કરવામાં આવે

આરોગ્ય કર્મચારીઓને ગ્રેડ પે રૂ.1900 થી વધારી રૂ.2800 કરવા માગ

કોવિડ સમયમાં કામ કર્યું તે માટે ભથ્થુ આપવાની માગ 

રવિવાર અને જાહેર રજાના દિવસે કરેલી નોકરીનો પગાર આપવામાં આવે

આરોગ્યકર્મીઓને ફેરણી ભથ્થુ (PTA) આપવામાં આવે



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?