Health : વધતી ગરમીથી આ રીતે કરો પોતાનું અને પરિવારનું રક્ષણ, જાણો લૂ લાગવાના શું છે લક્ષણ અને ઉપાય?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-20 15:28:54

ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. ગરમીને કારણે લોકો બિમાર પડી રહ્યા છે.. થોડા સમય પહેલા કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે બેવડી ઋતુનો અહેસાસ લોકોને થયો.. કમોસમી વરસાદ બાદ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતના અનેક શહેરોનું તાપમાન 44 ડિગ્રી આસપાસ નોંધાયું છે... હીટવેવની આગાહી અનેક જગ્યાઓ માટે કરવામાં આવી રહી છે.. અતિશય ગરમીને કારણે લોકો બિમાર પડી રહ્યા છે.. 


અનેક જગ્યાઓ માટે કરવામાં આવી છે હિટવેવની આગાહી 

ગરમીને કારણે લૂ પણ લોકોને લાગી રહી છે.. લૂથી કેવી રીતે રક્ષણ મેળવી શકાય તેની જાણકારી અનેક વખત આપવામાં આવતી હોય છે... મે  મહિનામાં કાળઝાળ ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે.. કાળઝાળ ગરમીને કારણે ઈમરજન્સી કોલમાં વધારો જોવા મળી રહ્યો છે.. લોકોની તબિયત અચાનક બગડી રહી છે. અનેક શહેરો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે..


ગરમીથી તેમજ લૂથી બચવા માટે આટલું કરવું જોઈએ જેમાં -

1. તરસ ના લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ..

2. શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ના થાય તે માટે ઓઆરએસ દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીબું પાણી, ભાતનું ઓસામણ અને નારિયેળ પાણીનો ઉપયોગ કરવો..

3. ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકવો જોઈએ..

4. આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવી જોઈએ..

5. પ્રાથમિક સારવારની તાલીમ લેવી જોઈએ..

6. બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિ લૂનો શિકાર ના બને તેનું ધ્યાન રાખવું જોઈએ...  

7.  વરિયાળી, કોથમીર પૂદીનાનું પાણી પણ પી શકાય છે લૂથી બચવા માટે



આ તો  વાત થઈ ગરમીથી બચવા શું ઉપાય કરવા જોઈએ તેની હવે વાત કરીએ શું ના કરવું જોઈએ તેની..


1. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણાં જેવા કે ચા, કોફી, સોફ્ટ ડ્રીંક્સનું સેવન ના કરવું જોઈએ..

2. મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહારને ના ખાવો જોઈએ..

3. શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે તડકામાં ઘરની બહાર ના નીકળવું જોઈએ..


લૂ લાગેલા વ્યક્તિની પ્રાથમિક સારવારની વાત કરીએ તો -

જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરવો અથવા તો માથા પર પાણી રેડવું જોઈએ..

2. શરીરમાં પાણીનું  પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓઆરએસ, લિંબુ શરબતનું પાણી આપવું જોઈએ.

3. લૂ લાગેલા વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય સેન્ટર પર સારવાર માટે લઈ જવો જોઈએ.


લૂ લાગવાના લક્ષણોની વાત કરીએ તો 

શરીરનું તાપમાન સતત વધતું હોય, માથાનો અસહ્ય દુખાવો હોય, નબળાઈ હોય, ઉલ્ટી હોય, હૃદયના ધબકારા વધી જવા.. જો વ્યક્તિ બેભાન થઈ જાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે ખસેડવો જોઈએ..


મહત્વનું છે કે ગરમી અસહ્ય થઈ ગઈ છે.. ગરમીને કારણે લોકો બિમાર પડી રહ્યા છે. ગરમીમાં તમને લૂના લાગે અને તમારા પરિવારના સભ્યને પણ લૂના લાગે તેનું ધ્યાન રાખો..     



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.