મંત્રી ઋષિકેશ પટેલ કાળઝાળ ગરમીના કારણે પરસેવાથી થયા રેબઝેબ, સભા દરમિયાન ટ્રેક્ટરમાં કૂલર મગાવવું પડ્યું


  • Published By :
  • Published Date : 2023-07-02 17:51:33

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠાના દાંતામાં આવેલા મોટાસડા ગામમાં  પણ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આયોજીત એક કાર્યક્રમમાં ઉપસ્તિથ રહ્યા હતા. આ પ્રસંગે તેમણે સિકલસેલ ડીસીઝના દર્દીઓ અને પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને કાર્ડ અર્પણ કર્યા હતા અને સીક્લસેલ એનિમિયા નાબૂદી મિશન-2047 નો શુભારંભ કરાવ્યો હતો. જોકે આ કાર્યક્રમ માટે આવેલા મંત્રી અસહ્ય ગરમીના સહન કરી શક્યા નહોંતા, અને તેમના માટે ખાસ એક કૂલરની વ્યવસ્થા કરવી પડી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે નરેન્દ્ર મોદીએ શનિવારે મધ્યપ્રદેશથી “રાષ્ટ્રીય સીક્લસેલ એનિમિયા નાબૂદી મિશન- 2047”નો પ્રારંભ કરાવ્યો હતો. દેશના ભાજપ શાસિત રાજ્યોમાં પણ આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. 

  

મંત્રીજી અસહ્ય ગરમી સહન ન કરી શક્યા 


દાંતા તાલુકાના મોટાસડા ગામમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર બેઠેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. તેમની સાથે સ્ટેજ પર બેઠેલા અન્ય નેતાઓને પણ અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા. જે બાદ તાત્કાલિક ટ્રેક્ટર કૂલરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે બાદ ટ્રેક્ટરમાં કૂલર લાવીને સ્ટેજ સામે ચાલુ કરવામાં આવ્યું હતું. કૂલરની ઠંડી હવા સ્ટેજ સુધી પહોંચે તે માટે કાર્યક્રમના સ્ટેજની આસપાસ બાંધવામાં આવેલું કપડું પણ ઊંચું કરી લેવામાં આવ્યું હતું. 


લોકોએ પણ ચાલતી પકડી


પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં આવેલા લોકો માટે કાળઝાળ ગરમીથી રક્ષણ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોંતી. ગરમીથી બચવા ગરમી લોકોએ પણ કાર્યક્રમ છોડીને ચાલતી પકડી હતી. જોકે મંત્રીજી માટે તાત્કાલિક સ્ટેજ પર ઠંડી હવાની વ્યવસ્થા થઈ જતા આ બાબત ચર્ચાનો વિષય બની હતી. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?