રાજ્યમાં 27 ડિસેમ્બરથી મોકડ્રીલ અને એરપોર્ટ પર ટેસ્ટિંગ શરૂ કરાશે: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ


  • Published By :
  • Published Date : 2022-12-23 21:01:23

ચીનમાં લાખો લોકોને સંક્રમિત કોરોનાના સબ વેરિયેન્ટ BF.7થી સમગ્ર વિશ્વમાં હાહાકાર છે. હવે દેશ અને ગુજરાતમાં પણ કોરોનાથી ભયનો માહોલ છે. આવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાત સરકાર એલર્ટ મોડમાં કામ કરી રહી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દેશના વિવિધ રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથેની બેઠક યોજી હતી ત્યાર બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે કોરોનાને લઈ સરકારની તૈયારીઓ અંગે વિવિધ માહિતી આપી હતી.


કોરોના અંગે ઋષિકેશ પટેલે શું કહ્યું?


રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, કોરોનાના વિવિધ વેરિયન્ટ અને વિવિધ દેશોમાં જે પ્રમાણે કેસો વધી રહ્યાં છે તે જોતા લાગી રહ્યું છે આપણે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે, જેને લઈ આપણે કેન્દ્ર સરકારની એડવાઈજરીને ફોલા કરવાની રહેશે, એરપોર્ટ જેવા સ્થળો પર આપણે સઘન ટેસ્ટીંગ ચાલું કર્યું છે અને જ્યાં થર્મલ ચેકિંગ ફરજિયાત કરી દીધું છે. આરોગ્ય મંત્રી જણાવ્યું કે, કેન્દ્રની મદદ બાબતે ચર્ચા થઈ છે તેમણે કહ્યું કે, થર્મલ સ્ક્રિનીંગ ફરજીયાત કર્યું છે, અમદાવાદ, સુરત એરપોર્ટ પર ટેસ્ટિંગ માટે વ્યવસ્થાઓ ઉભી કરાઈ રહી છે તેમણે કહ્યું કે, ચીન, દક્ષિણ અમેરિકામાં દેખાતા વેરિએન્ટના 4 કેસ ભારતમાં હતા તેમજ ગુજરાતમા ત્રણ કેસ હતા જે બધા સાજા થઈ ગયા છે. તેમણે જણાવ્યું કે, માસ્ક સોશિયલ ડિસ્ટંસનું પાલન કરવું જોઈએ અને જેમણે પ્રિકોશન ડોઝ નથી લીધા તેઓ લઈ લે અને જલ્દી પ્રિકોશન ડોઝ માટે ખાસ ડ્રાઈવ શરૂ થશે તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર પ્રિકોશન ડોઝ માટે વિશેષ ડ્રાઈવ શરૂ કરશે. તેમણે જણાવ્યું કે, રાજ્યભરમાં 27 ડિસેમ્બરે મોકડ્રીલ કરશુ અને વેંટિલેટર સહીતની મશીનરીની તપાસ થશે તેમજ પીએસએ પ્લાન્ટ મશીનરીની ચકાસણી તાલુક કક્ષાએ થશે.


પ્રમુખસ્વામી મહોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અંગે ચર્ચા


આ બેઠકમાં અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રમુખ સ્વામીનગરમાં હાલમાં લાખોની સંખ્યામાં લોકો દેશ અને વિદેશથી આવી રહ્યા છે. જેથી ભારે ભીડ જોવા મળી રહી છે. તેથી તકેદારીના ભાગ રૂપે ચર્ચામાં કરવામાં આવી હતી.  અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદના કાંકરિયા કાર્નિવલ સહિતના કાર્યક્રમો અંગે આરોગ્યમંત્રીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આવા કાર્યક્રમો અંગે ચર્ચા ચાલી રહી છે. અધિકારીઓ સાથે કાર્યક્રમ કેવી રીતે ક્યાં સમયે કરવો તેની ચર્ચા ચાલી રહી છે. નવા વેરિયન્ટના ફેલાવા અને ઘાતકતા અંગેનો રિપોર્ટ આવ્યો નથી. રિપોર્ટ આવ્યા બાદ જરૂરિયાત મુજબ માર્ગદર્શિકા જાહેર કરાશે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.