વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ પર આરોગ્ય વિભાગ ખફા, રૂ. 28.40 લાખનો દંડ, મા-કાર્ડ યોજનામાંથી 3 મહિના માટે સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-11-11 13:05:46

રાજ્યની હોસ્પિટલોમાં મા-કાર્ડ યોજના હેઠળ ગરીબ દર્દીઓને સારવાર ન મળતી હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. સરકારે આ યોજના હેઠળ માન્ય કરેલી હોસ્પિટલો યોજનાના લાભાર્થી દર્દીઓને સારવાર આપવામાં ગલ્લા-તલ્લા કરતી હોય છે. વડોદરાની સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલને પણ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ફટકાર લગાવવામાં આવી છે. 


તપાસ બાદ કાર્યવાહી


રાજ્ય સરકારની તપાસ બાદ આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ- ગાંધીનગરના અધિક નિયામક ડો.કે.એચ.મિશ્રાએ 4 નવેમ્બર 2023ના રોજ સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલ વડોદરાના ડાયરેક્ટરને નોટિસ ફટકારી છે. નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એક મહિલા અને બે પુરૃષ મળીને 3 કેન્સર દર્દીઓ કે જે મા કાર્ડના લાભાર્થી છે તેમને યોજના અંતર્ગત સારવાર આપવામાં ન આવતા તેઓને રોકડેથી અથવા બીજી હોસ્પિટલમા રિફર કરીને સ્ટર્લિંગ હોસ્પિટલે સારવાર અર્થે પૈસા વસુલ કર્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યુ કે પોલીસી 7 અને 8 અંતર્ગત કોઇ પણ ઓપરેશન સ્ટર્લિંગ હોસ્પિટલમાં થયેલ નથી ફક્ત રેડિએશન અને કિમોથેરાપી જ  સ્ટર્લિંગમાં આપવામાં આવી છે.


છેતરપિંડી સામે આવતા કાર્યવાહી


વડોદરાની સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલે સરકાર સાથે જ છેતરપિંડી કરી હોવાની વિગતો બહાર આવી હતી. સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટે ગત તા.૪ ઓક્ટોબર 2023ના રોજ સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યુ હતું અને 'મા' કાર્ડ અંતર્ગત હોસ્પિટલ દ્વારા કરાતા ક્લેમની તમામ વિગતોની તપાસ કરતા જાણવા મળ્યુ કે કેન્સરના 3 દર્દીઓના ઓપરેશન અહી કરવામાં આવ્યા નહી હોવા છતાં હોસ્પિટલે તેના ચાર્જ તરીકે પૈસા વસુલ કર્યા હતા.


શું દંડ ફટકાર્યો?


વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ મા કાર્ડ યોજનાનો લાભ દર્દીઓને ન આપતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ દરમિયાન 3 દર્દીઓએ હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી હતી. આરોગ્ય વિભાગે આ 3 દર્દીઓ પૈકી મહિલા દર્દીને 2.50 લાખ, પુરૃષ દર્દીને1.80 લાખ અને બીજા પુરૃષ દર્દીને 1.38 લાખ હોસ્પિટલે પરત આપવા. આ ઉપરાંત આ ત્રણ દર્દીઓને પરત આપવાની રકમની પાંચ ગણી પેનલ્ટી રૂ.28.40 લાખ સરકારમાં જમા કરાવવાનું કહ્યું હતું. હોસ્પિટલને મા કાર્ડ માટે 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી. ૩ મહિના પછી ટીમ દ્વારા હોસ્પિટલની પુનઃ મુલાકાત લેવામાં આવશે અને ઘટનાનું પુનરાવર્તન થશે તો હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. સ્ટર્લિંગ હોસ્પિટલમાં મા કાર્ડ યોજના હેઠળ દર્દીને સુવિધા ન આપી રૂપિયા લઈ લીધા હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?