ગાંધીનગરમાં આંદોલન કરતા આરોગ્યકર્મીઓની પોલીસે કરી અટકાયત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 16:20:24

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યની ભાજપ સરકાર સામે રોજ નવું કર્મચારી આંદોલન ફુટી નિકળે છે. પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ છેલ્લા ઘણા દિવસોથી પોતાની પડતર માગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે. ગઈ કાલે જ સરકારે આ અંગે મોટો નિર્ણય લેતા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓને 4 હજાર રૂપિયાનો ઉચ્ચક પગાર વધારો તથા ટ્રાવેલ્સ એનાઉન્સ અને 130 દિવસનો રજા પગાર પણ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. જોકે તેમ છતાં આરોગ્ય કર્મચારીઓએ આ ભથ્થાનો અસ્વીકાર કરીને હડતાળ ચાલુ રાખી હતી. એવામાં આજે પરમીશન વિના ગાંધીનગર ખાતે એકઠા થયેલા આરોગ્ય કર્મચારીઓની પોલીસે અટકાયત કરી હતી.


આરોગ્યકર્મીઓ સામે સરકારનું આકરૂ વલણ


ગાંધીનગર જિલ્લામાં પોલીસ દ્વારા આરોગ્ય કર્મચારીઓ કે અન્ય કોઈ કર્મચારીઓને રેલી કે ધરણાની મંજૂરી અપાઈ નથી. એવામાં સત્યાગ્રહ છાવણી ખાતે આજે મોટી સંખ્યામાં આરોગ્યકર્મીઓ એકઠા થતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. બીજી તરફ રાજ્ય સરકારે પણ પંચાયત હસ્તકના કર્મચારીઓ સામે આકરૂ વલણ અપનાવતા કડક કાર્યવાહીની વાત કરી છે. સરકારની જાહેરાત બાદ પણ કર્મચારીઓ આંદોલન ચાલુ રાખશે તો આવા કર્મચારીઓ વિરુદ્ધ પગલા લેવાશે. આંદોલનકારી કર્મચારીઓની સર્વિસ અટકાવી પગાર કાપવા સુધીની કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવશે.


આરોગ્ય કર્મચારીઓની કેટલી માંગણી સંતોષાઈ?


1   4 હજારનો માસિક ઉચ્ચક વધારો ચુકવવામાં આવશે.

2 HRA તથા મેડિકલ એલાઉન્સની ચુકવણી કરવામાં આવશે.

3  130 દિવસ કોરોનાના રજા પગારની માંગણી સ્વિકારાશે.

4 PTA (ટ્રાવેલિંગ એલાઉન્સ) ચુકવવા માટે સરકારની તૈયારી.

5  જે કર્મચારીઓ કોરોનામાં સેવા પર હતા તેમને ભથ્થુ ચુકવાશે.

6  ગ્રેડ પે અંગે પણ સરકાર વિચારશે, તે અંગેની કમિટીની રચના કરશે.

7  સરકાર દ્વારા લેવાયેલા તમામ નિર્ણયોનો ઠરવા બે દિવસની અંદર કરાશે.


કઈ માંગણીઓને લઈ કરી રહ્યા છે આંદોલન?


1 ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા કુલ 14 માંગણીઓ મુકાઇ હતી

2 ગ્રેડ પે સહિતના મુદ્દાઓનો ઉકેલ લાવવામાં આવે

3 કર્મચારીઓને ગ્રેડ પે 1900 ના બદલે 2800 રૂપિયા કરવામાં આવે

4 કોવિડ દરિયાન કરવામાં આવેલા કામનું ભથ્થુ ચુકવવામાં આવે

5 ફેરવણી ભથ્થુ (ટ્રાવેલિંગ એલાઉન્સ) ચુકવવામાં આવવું જોઇએ



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?