હેડ કોન્સ્ટેબલ જશવંતસિંહ ચૌહાણની અંતિમયાત્રામાં સાંપા ગામ હિબકે ચઢ્યું, હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા


  • Published By :
  • Published Date : 2023-07-21 17:43:39

અમદાવાદના ઈસ્કોન ફ્લાયઓવર બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત થતા સમગ્ર રાજ્યમાં હોબાળો મચી ગયો છે. આ મૃતકોમાં  ગોધરા તાલુકાના સાંપા ગામના વતની અને અમદાવાદમાં પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે. હેડ કોન્સ્ટેબલ જશવંતસિંહ ચૌહાણનો મૃતદેહનો જ્યારે તેમના વતનના ગામ સાંપામાં લાવવામાં આવ્યો તે સમયે આખું ગામ હિબકે ચઢ્યું હતું. મૃતક જશવંતસિંહ ચૌહાણની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.


પોલીસે આપ્યું ગાર્ડ ઓફ ઓનર


અમદાવાદમાં પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જશવંતસિંહ ચૌહાણનું નિધન થઈ ગયું. જશવંતસિંહના પાર્થિવ દેહને આજે સાંપા ગામ ખાતે લઈ લાવવામાં આવ્યો ત્યારે હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. જશવંતસિંહના પરિવારજનો અને ગ્રામજનોના કરૂણ આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. પંચમહાલ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જશવંતસિંહ ચૌહાણ વર્ષ 1998થી અમદાવાદમાં જ પોલીસ તરીકેની ફરજ બજાવતા હતા અને હાલમાં તેઓ સરખેજ પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક પોલીસ તરીકેની ફરજ નિભાવતા હતા.


તથ્ય પટેલને ફાંસીની સજા મળે


જશવંતસિંહના પરિવારમાં વૃદ્ધ માતા પિતા એક પુત્ર એક પુત્રી અને પત્ની છે. તેમના અચાનક જ કરૂણ મોતથી પરિવારજનો પર આભ તુટી પડ્યું છે. તથ્ય પટેલના બેફામ ડ્રાઈવિંગના કારણે જશવંતસિંહનો હસતો-ખેલતો પરિવાર વિખેરાઈ ગયો છે. જશવંતસિંહના બાળકો ભણી રહ્યા છે, મા બાપ ગામમાં ખેતી કરે છે, ઘરમાં કમાનારૂં બીજું કોઈ જ નથી અને ચાર લાખ રૂપિયાની સહાય આ પરિવાર માટે એક ચોખાના દાણા બરાબર છે અને પરિવારજનો નરાધમ નબીરા અને અમીર બાપની બગડેલી ઓલાદ તથ્ય પટેલને ફાંસીની સજા મળે તેવી માંગ કરી રહ્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?