શું તમે જોયા છે અંગારા રાસ? જો ના જોયા હોય તો જુઓ Jamnagarથી આવેલી તસવીરો જેમાં ખેલૈયાઓ રમી રહ્યા છે અંગારા રાસ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-18 10:55:16

નવરાત્રી એટલે નવદુર્ગાની આરાધના કરવાનો પર્વ. ગરબા ઘૂમી માતાજીની આરાધના ભક્તો કરતા હોય છે. ગુજરાત અને ગરબા એકબીજાનો પર્યાય છે. કોઈ પણ તહેવાર કેમ ના હોય તે તહેવાર ગરબા વગર અધૂરો માનવામાં આવે છે. ત્યારે હમણાં તો નવરાત્રી ચાલી રહી છે. નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમતા હોય છે. પરંપરાગત રીતે અનેક સ્થળો પર ગરબા રમાતા હોય છે. અલગ અલગ અંદાજમાં ખેલૈયાઓ ગરબે ઘૂમતા નજરે પડે છે, ત્યાંથી અનેક સુંદર દ્રશ્યો આપણી સામે આવતા હોય છે ત્યારે જામનગરથી પણ સુંદર દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ખેલૈયાઓ અંગારા પર રાસ રમી રહ્યા છે.    





12 મિનીટ સુધી ખેલૈયાઓ અંગારા પર ખુલ્લા પગે રમે છે ગરબા!

નવરાત્રી દરમિયાન અનેક જગ્યાઓ પર ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. સોસાયટીમાં, પાર્ટી પ્લોટમાં ભવ્યથી અતિભવ્ય આયોજન કરાય છે. ત્યારે જામનગરના રણજિતનગરમાં છેલ્લાં 6 દાયકાથી યુવક ગરબી મંડળ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ આયોજનની વિશેષતા તેનું  અંગારા પર રાસ છે. અંગારા રાસમાં 12 ખેલૈયા સતત 12 મિનિટ સુધી સળગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમે છે. મહત્વનું છે આવા 




હાથમાં ખેલૈયાઓ રાખે છે મશાલ  

ખૂબ ઓછા સ્થળો પર અંગારા રાસનું આયોજન કરાતું હોય છે. ત્યારે જામનગરમાં અંગારા રાસમાં 12 ખેલૈયાએ રાસ રમ્યા હતા. સતત 12 મિનિટ સુધી સળગતા અંગારા પર ખુલ્લા પગે ખેલૈયાઓ રાસ રમે છે. આ માટે ખેલૈયા સતત બે મહિના પ્રેકટીસ કરે છે. ગરબીના ગ્રાઉન્ડમાં કપાસિયાના બી થી અંગારા કરવામાં આવે છે. આટલું જ નહીં રાસ દરમિયાન ખેલૈયાઓના હાથમાં બે મશાલ હોય છે. ખેલૈયા રમતા રમતા સ્વસ્તિકનું પ્રતીક બનાવે છે. અંગારા રાસ દરમિયાન ખેલૈયાઓ પગમાં પણ કોઇપણ પ્રકારનું લોશન કે ક્રીમ લગાડતા નથી. આ મંડળી દ્વારા કરવામાં આવતું તલવાર, દાતરડા, હુડો અને મશાલ રાસ પણ ખૂબ જ પ્રખ્યાત છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?