સર્વોચ્ચ અદાલતે નફરત ફેલાવનારા ભાષણને લઈ આકરૂ વલણ દાખવ્યું છે. સુપ્રીમ કોર્ટે તેના 2022ના આદેશનો વ્યાપ ત્રણ રાજ્યોથી આગળ લંબાવતા, સુપ્રીમ કોર્ટે શુક્રવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે કે તેઓ નફરત ફેલાવનારા ભાષણો કરનારાઓ સામે કોઈ પણ ફરિયાદ વિના કેસ નોંધી શકે છે. જસ્ટિસ કેએમ જોસેફ અને બીવી નાગરત્નની બેન્ચે નફરતભર્યા ભાષણોને "દેશના બિનસાંપ્રદાયિક માળખાને અસર કરતો ગંભીર ગુનો" ગણાવ્યો હતો.
Supreme Court takes suo motu cognisance and holds a special bench hearing against Calcutta High Court order against Secretary General of the apex court.
Supreme Court stays Calcutta HC judge order asking Secretary General of SC to produce an official translation of the… pic.twitter.com/MSDzgobG63
— ANI (@ANI) April 28, 2023
બેન્ચે ચેતવણી આપી
Supreme Court takes suo motu cognisance and holds a special bench hearing against Calcutta High Court order against Secretary General of the apex court.
Supreme Court stays Calcutta HC judge order asking Secretary General of SC to produce an official translation of the… pic.twitter.com/MSDzgobG63
સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે તેનો 21 ઓક્ટોબર, 2022ના આદેશનો અમલ ધર્મને ધ્યાનમાં લીધા વિના કરવામાં આવે. બેન્ચે ચેતવણી પણ આપી હતી કે કેસ નોંધવામાં કોઈ પણ વિલંબ કોર્ટની અવમાનના માનવામાં આવશે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે ભાષણ કરનારી વ્યક્તિના ધર્મને ધ્યાનમાં લીધા વિના તેની સામે આ કાર્યવાહી કરવામાં આવશે, જેથી પ્રસ્તાવના દ્વારા પરિકલ્પિત ભારતના બિનસાંપ્રદાયિક માળખાને સુરક્ષીત રાખી શકાય.
કોર્ટનો હેતુ કાયદાનું શાસન
સુપ્રીમ કોર્ટે શુક્રવારે, કહ્યું હતું કે, ન્યાયાધીશો બિનરાજકીય છે અને તેમને પાર્ટી A કે પાર્ટી B સાથે કોઈ લેવાદેવા નથી અને તેમના મગજમાં માત્ર ભારતનું બંધારણ છે. સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટ દેશના વિવિધ ભાગોમાં "વ્યાપક જાહેર હિત" અને "કાયદાના શાસન"ની સ્થાપના સુનિશ્ચિત કરવા માટે હેટ સ્પિચ સામેની અરજીઓ પર વિચાર કરી રહી છે. સર્વોચ્ચ અદાલતે ચેતવણી આપી હતી કે આ અત્યંત ગંભીર મુદ્દા પર કાર્યવાહી કરવામાં વહીવટીતંત્ર તરફથી કોઈ પણ વિલંબ કોર્ટની અવમાનનાને આમંત્રણ આપશે.
પત્રકાર શાહીન અબ્દુલ્લાએ કરી હતી અરજી
પત્રકાર શાહીન અબ્દુલ્લા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યો છે. જેમણે શરૂઆતમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારોને નફરત ફેલાવનારાઓ સામે કેસ નોંધવા માટે નિર્દેશ માંગ્યો હતો. અબ્દુલ્લાએ ફરીથી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સર્વોચ્ચ અદાલતના 21 ઓક્ટોબર, 2022ના આદેશને લાગુ કરવા માટે અરજી દાખલ કરી હતી.