રાજ્યમાં યોજાનારી તલાટીની પરીક્ષા આપવા ઈચ્છુક ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સમગ્ર રાજ્યમાં આગામી 7મે ના રોજ યોજાનારી તલાટીની પરીક્ષાને લઈ હસમુખ પટેલે ટ્વિટ કર્યું છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે ટ્વિટ કરી ઉમેદવારોને કહ્યું છે કે તલાટી પરીક્ષા માટે સંમતિપત્ર ભરવું ફરજિયાત છે. તેમણે પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોને વહેલી તકે સંમતિ પત્ર ભરવાની અપીલ કરી છે. આ સાથે કહ્યું છે કે, સંમતિ પત્ર ભર્યા બાદ પરીક્ષા ન આપનારા ઉમેદવાર સામે કોઈ કાર્યવાહી નહીં થાય.
કેટલાક ઉમેદવારોને સંમતિ પત્રક ભરવા સામે ફરિયાદ છે. આવી વ્યવસ્થા પરીક્ષાની સારી વ્યવસ્થા કરવા સારું તથા સાધનોનો વ્યય અટકાવવા માટે શરૂ કરવામાં આવી છે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) April 14, 2023
ઉમેદવારો માટે સંમતિપત્ર ભરવું અનિવાર્ય
કેટલાક ઉમેદવારોને સંમતિ પત્રક ભરવા સામે ફરિયાદ છે. આવી વ્યવસ્થા પરીક્ષાની સારી વ્યવસ્થા કરવા સારું તથા સાધનોનો વ્યય અટકાવવા માટે શરૂ કરવામાં આવી છે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) April 14, 2023રાજ્યમાં યોજાનારી તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો માટે સંમતિપત્ર ભરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે ફોર્મ ભર્યું છે, તેમના માટે આજથી કન્ફર્મેશન પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. જેઓ આ પરીક્ષા આપવા માંગે છે, તેઓએ કન્ફર્મેશન કરાવવું ફરજિયાત છે. કન્ફર્મેશન આપનારા ઉમેદવારો પરીક્ષા આપી શકશે નહીં. ઉમેદવારોએ આ ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પર જઈને સંમતિપત્ર ભરવું ફોર્મ ભરવાનું રહેશે.
શા માટે સંમતિપત્ર ફરજીયાત?
રાજ્યના વિવિધ બોર્ડ દ્વારા ભૂતકાળમાં લેવાયેલ ભરતી પરીક્ષાઓમાં 40 ટકાથી 50 ટકા જેટલા જ ઉમેદવારો હાજર રહેતા હોવાનું જણાયું છે. જ્યારે મોટા પ્રમાણમાં ઉમેદવારો ગેરહાજર રહેવાના કારણે સરકાર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થામાં ઘણા સમય, શક્તિ અને સંસાધનનો વ્યય થાય છે. આથી આ બાબતને ધ્યાનમાં લઇ જે ઉમેદવારો પરીક્ષામાં ભાગ લેવા માંગતા હોય તેટલા ઉમેદવારો અગાઉથી કન્ફર્મેશન આપે તેટલા જ ઉમેદવારોની વ્યવસ્થા કરી પરીક્ષા લેવામાં આવે તો સાધનો બિનજરૂરી રીતે વેડફાય નહીં તથા પરીક્ષા માટે વધુ સારી વ્યવસ્થા ગોઠવી શકાય. આ માટે તલાટી કમ મંત્રીની પરીક્ષામાં બેઠક વ્યવસ્થા ગોઠવતા પૂર્વે જે ઉમેદવારો પરીક્ષા આપવા માંગતા હોય તેમની પાસેથી અગાઉથી કન્ફર્મેશન લેવાની વ્યવસ્થા કરવાનું મંડળે નિર્ણય કર્યો છે. ઉમેદવારોએ અગાઉથી કન્ફર્મેશન આપવાનું રહેશે, કન્ફર્મેશન નહી આપનાર પરીક્ષા આપી શકશે નહીં.