તલાટીની પરીક્ષા અંગે ફેલાઈ અફવા, પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે કરી આ સ્પષ્ટતા


  • Published By :
  • Published Date : 2023-02-20 20:59:15

રાજ્યમાં સરકારી ભરતી પરીક્ષાઓને લઈ હંમેશા અસમંજસની સ્થિતી રહેતી હોય છે. જેમ કે હાલ પંચાયત પસંદગી મંડળ અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા મામલે અફવાઓનું બજાર ગરમ છે. છેલ્લા બે દિવસથી એવી અફવા ફેલાઈ છે કે તલાટીની પરીક્ષા બે તબક્કામાં યોજાશે. જો કે આ મુદ્દે પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે. 


શું કહ્યું હસમુખ પટેલે?


રાજ્યમાં તલાટીની પરીક્ષા બે તબક્કામાં યોજાશે તે અફવાને લઈ પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે ખુલાસો કર્યો છે. હસમુખ પટેલે અફવાઓનું ખંડન કરતા કહ્યું કે ‘હાલ આ પ્રકારની કોઈ વાત જ નથી. સરકાર એવુ કંઈ વિચારતી પણ હોય તો તેઓ સૌથી પહેલાં અધિકારીઓ સાથે આ મુદ્દે પરામર્શ કરે પણ આગામી એપ્રિલમાં યોજાનારી પરીક્ષાને લઈને આવી કોઈ ચર્ચા કરવામાં આવી નથી. હાલ તો તમામ પરીક્ષાઓ એક જ તબક્કામાં લેવામાં આવશે એટલે વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારની અસમંજસમાં રહેવું નહીં.’IPS હસમુખ પટેલના આ ખુલાસા બાદ એક બાબત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે હવે આ પરીક્ષા એક જ તબક્કામાં યોજાશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.