તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે વેઇટિંગ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તલાટી અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. હસમુખ પટેલે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી.
હસમુખ પટેલે ટ્વીટ કરી માહિતી આપી તલાટી કમ મંત્રી માટે કુલ 669 જગ્યાઓનુ વેઇટીંગ લિસ્ટ અને જુનિયર ક્લાર્ક માટે કુલ 244 જગ્યાઓનું વેઇટિંગ લિસ્ટ મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. ઉમેદવારોને જિલ્લા ફાળવણી અને રીસફલિંગ ની જાહેરાત હવે પછી કરવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) January 11, 2024
તલાટી કમ મંત્રી માટે કુલ 669 જગ્યાઓનુ વેઇટીંગ લિસ્ટ અને જુનિયર ક્લાર્ક માટે કુલ 244 જગ્યાઓનું વેઇટિંગ લિસ્ટ મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. ઉમેદવારોને જિલ્લા ફાળવણી અને રીસફલિંગ ની જાહેરાત હવે પછી કરવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) January 11, 2024ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)ના ચેરમેન હસમુખ પટેલે એક ટ્વીટ કરી જણાવ્યું હતું કે, તલાટી કમ મંત્રી માટે કુલ 669 જગ્યાઓનુ વેઇટીંગ લિસ્ટ અને જુનિયર ક્લાર્ક માટે કુલ 244 જગ્યાઓનું વેઇટિંગ લિસ્ટ મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. ઉમેદવારોને જિલ્લા ફાળવણી અને રીસફલિંગ ની જાહેરાત હવે પછી કરવામાં આવશે.
તલાટી અને જૂનિયર ક્લાર્કના નિમણૂક પત્ર અપાયા હતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે નવા તલાટી અને જૂનિયર કલાર્કોને નિમણૂક પત્રો એનાયત કરાયા હતા. રાજ્યના 3014 તલાટી કમ મંત્રીઓને તેમજ 998 જેટલા જૂનિયર ક્લાર્કને પણ નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરાયું હતું.