Haryana - 45,000 થી વધુ સ્નાતકો અને અનુસ્નાતકોએ સફાઈ કામદારની નોકરી માટે અરજી કરી! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-04 14:42:27

એક સમય હતો જ્યારે એવું માનવામાં આવતું કે ભણ્યા બાદ નોકરી મળી જશે.. લોકો ભણતા હતા અને નોકરી મેળવતા હતા.. પરંતુ દિવસેને દિવસે રોજગારી ઘટી રહી છે અને બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે. ભણ્યા હોવા છતાંય નોકરી નથી મળતી.. અને જો નોકરી મળે છે તે સામાન્ય રીતે ઓછા પગારમાં મળે છે.. આજે વાત હરિયાણાની કરવી છે. થોડા સમય પહેલા ગુજરાતથી સમાચાર સામે આવ્યા હતા કે નોકરી માટે પડાપડી થઈ ત્યારે આવી જ ઘટના હરિયાણાથી સામે આવી છે. હરિયાણા સ્કીલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશનના આંકડાઓ અનુસાર 46 હજારથી વધુ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ સફાઈ કામદારની નોકરી માટે અરજી કરી હતી.   



આટલા લોકોએ પોસ્ટ માટે કર્યું અપલાય 

આપણે કહીએ છીએ કે બેરોજગારી વધી રહી છે.. અનેક યુવાનો એવા છે જેમની પાસે ભણતર છે પરંતુ નોકરી નથી. અનેક લોકો એવા હોય છે જે ઓછા પગારમાં પણ કામ કરવા તૈયાર હોય છે. તેમને પગાર નહીં માત્ર કામ જોઈએ છે... બેરોજગારી એક મોટી સમસ્યા છે તેનું ઉદાહરણ હરિયાણાથી સામે આવ્યું છે.. હરિયાણા સ્કીલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશનના આંકડાઓ અનુસાર 46 હજારથી વધુ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ સફાઈ કામદારની નોકરી માટે અરજી કરી હતી. 6 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન લગભગ 39990 ગ્રેજ્યુએટ અને 6112થી વધુ પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારોએ સફાઈ કામદાર તરીકેની નોકરી મેળવા માટે અરજી કરી હતી. તે ઉપરાંત 12મું ધોરણ પાસ 1,17,144 લોકોએ આ પદ માટે અરજી કરી હતી. 



બેરોજગારી આ હદે વધી!

મીડિયા સાથે વાતચીત દરમિયાન એક અધિકારીએ જણાવ્યું હતું કે, એચકેઆરએન પુલના માધ્યમથી સરકારી વિભાગ, બોર્ડ અને નિગમોમાં નિમણૂક કરાયેલ કોર્પોરેશન સફાઈ કર્મચારીને રૂ. 15 હજાર પ્રતિ માસનો પગાર ચૂકવવામાં આવશે. મહત્વનું છે કે અનેક ભણેલા લોકોએ આ પોસ્ટ માટે અપલાય કર્યું છે.. જે કંપનીમાં ઓછો પગાર મળતો હશે એનાથી અહીંયા વધારે મળે છે એમ માનીને અપલાય કર્યું હોઈ શકે છે. તે સિવાય એવા પણ માણસો હોઈ શકે છે જેમની પાસે નોકરી નથી અને ઘરે બેઠા છે તેમણે પણ અપલાય કર્યું હોઈ શકે છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.   



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...