રામ રહીમ પર હરિયાણા સરકાર મહેરબાન, 21 દિવસના ફર્લો મંજુર, વર્ષમાં ત્રીજી વખત જેલની બહાર આવ્યા


  • Published By :
  • Published Date : 2023-11-21 16:32:05

બળાત્કાર અને હત્યાના કેસમાં હરિયાણાની રોહતક જેલમાં સજા કાપી રહેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરૂમિત રામ રહીમ ફરી એક વખત જેલમાંથી બહાર આવી ગયા છે. એક દિવસ પહેલા જ હરિયાણા સરકારે તેમનો 21 દિવસનો ફર્લો મંજુર કર્યો છે. આ સાથે જ રામ રહીમ એક જ વર્ષમાં ત્રીજી વખત જેલની બહાર આવી ગયો છે. સોમવાર સાંજે હરિયાણા સરકારે રામ રહીમની ફર્લોની અરજી મંજુર કરી કે તરત જ જેલના મુખ્ય ચોક પર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી.


અત્યાર સુધીમાં 7 વખત બહાર આવ્યા


બાબા રામ રહીમ પર હરિયાણા સરકાર કાંઈક વધુ પડતી મહેરબાન થઈ ગઈ છે. ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ હરિયાણામાં અને ઉત્તર પ્રદેશમાં વિશાળ અનુયાયીઓ ધરાવે છે. આ જ કારણ છે કે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 7 વખત તેમના ફર્લો મંજુર કર્યા છે. વર્ષ 2017માં કોર્ટે સજા સંભળાવ્યા બાદ અત્યાર સુધીમાં રામ રહીમ 7 વખત જેલની બહાર આવી ચુક્યા છે. ફર્લો મંજુર થયા બાદ રામ રહીમ ઉત્તર પ્રદેશના બાગપતના આશ્રમમાં રહેશે. તેઓ આ વર્ષે છેલ્લે જુલાઈ મહિનામાં ફર્લો પર છુટ્યા હતા. ઉલ્લેખનિય છે કે રામ રહીમ તેમની બે શિષ્યા પર બળાત્કારના આરોપમાં 20 વર્ષ અને હત્યાના કેસમાં રોહતક જેલમાં ઉંમરકેદની સજા કાપી રહ્યા છે.


ફર્લો શું હોય છે?


જે કેદીઓ સજા કાપી રહ્યા હોય તેમને માટે ફર્લો એક પ્રકારની રજા હોય છે. લાંબી સજા કાપતા કેદીઓને ફર્લો પર રજા મળે છે. તેનો હેતું કેદી તેમના પરિવારજનો અને સમાજના લોકોને મળી શકે તે માટે ફર્લો હોય છે. ફર્લો રાજ્ય સરકારનો વિષય છે, તેથી દરેક રાજ્યમાં ફર્લોને લઈ અલગ-અલગ નિયમ હોય છે, જો કે ઉત્તર પ્રદેશમાં ફર્લો અંગે કોઈ જોગવાઈ નથી. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?