દેશના વિવિધ રાજ્યોમાં સરકારી કર્મચારીઓ જુની પેન્શન સ્કિમ (OPS)ની માગ કરી રહ્યા છે. જો કે કેટલાક રાજ્યોમાં તો કર્મચારીઓ તેમની માગને લઈ આક્રમક બન્યા છે. જેમ કે હરિયાણામાં સરકારી કર્મચારીઓ તેમની માગને લઈ ઉગ્ર આંદોલન કરી રહ્યા છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી સીએમ મનોહરલાલ ખટ્ટરની સરકારે નરમ વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકારે કર્મચારીઓની માગને લઈ 3 સભ્યોની એક સમિતીની રચનાની જાહેરાત કરી છે.
अनिश्चिताओं के इस दौर में पुरानी #पेंशन योजना निश्चित ही एक जायज़ मांग है। हरियाणा ही नहीं जिस भी राज्य में ये व्यवस्था नहीं है वहां इसकी व्यवस्था की जानी चाहिए। #OPS अब आर्थिक बोझ क्यों बन गया है जब 2004 के पहले ऐसी स्थिति नहीं थी ? pic.twitter.com/2lqn7KnFsD
— Raj Babbar (@RajBabbar23) February 20, 2023
સરકારનો કર્મચારીઓને ચર્ચા માટે પ્રસ્તાવ
अनिश्चिताओं के इस दौर में पुरानी #पेंशन योजना निश्चित ही एक जायज़ मांग है। हरियाणा ही नहीं जिस भी राज्य में ये व्यवस्था नहीं है वहां इसकी व्यवस्था की जानी चाहिए। #OPS अब आर्थिक बोझ क्यों बन गया है जब 2004 के पहले ऐसी स्थिति नहीं थी ? pic.twitter.com/2lqn7KnFsD
— Raj Babbar (@RajBabbar23) February 20, 2023હરિયાણાની મનોહર લાલ ખટ્ટરની સરકારે કર્મચારીઓને આંદોલન છોડી ચર્ચા માટે આમંત્રણ આપ્યું છે. સરકારે કહ્યું છે કે તે જુની પેન્સન અને નવી પેન્સન યોજના વચ્ચેનો કોઈ વચલો માર્ગ શોધવા માટે આતુર છે. જો કે કર્મતારીઓએ આકરૂ વલણ અપનાવ્યું છે. તેઓ હિમાચલ પ્રદેશની તર્જ પર જુની પેન્શન સ્કિમ ફરીથી લાગું કરવાની માગ પર અડગ છે.
કર્મચારી સંગઠનોએ શું કહ્યું?
જુની પેન્શન સ્કીમ અંગે કર્મચારીઓનું કહેવું છે કે તેનાથી કર્મચારીઓનું ભવિષ્ય સુરક્ષિત રહેશે. કર્મચારીઓને નવી પેન્શન સ્કીમથી ખુબ નુકસાન થઈ રહ્યું છે. નવી પેન્શન સ્કિમ શેર બજાર પર આધારીત છે, કર્મચારીઓનું પેન્સન શેર બજારના ઉતાર-ચઢાવ પર આધાર રાખે છે.
આ રાજ્યોએ OPS લાગુ કરી
દેશના પાંચ રાજ્યો એવા છે જ્યાં કર્મચારીઓની માગ પર જુની પેન્શન સ્કિમ ફરી અમલી બનાવી છે. આ રાજ્યોમાં મુખ્યત્વે કોંગ્રેસની સરકારો છે. OPS ફરીથી અમલી બનાવનારા રાજ્યોમાં રાજસ્થાન, છત્તીશગઢ, હિમાચલ પ્રદેશ અને આમ આદમી પાર્ટી શાસિત પંજાબનો સમાવેશ થાય છે.