હરિયાણા કોંગ્રેસે લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ પહેલા રાજ્યમાં પાર્ટીને મજબુત કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યમાં કોંગ્રેસે 'घर-घर कांग्रेस' અભિયાન શરૂ કર્યું છે. હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ઉદય ભાને પાર્ટી કાર્યકર્તાની એક બેઠકમાં આ અભિયાનની જાહેરાત કરી છે. હુડ્ડાએ કહ્યું કે આ અભિયાનથી રાજ્યમાં પાર્ટી વધુ મજબુત બનશે અને નેતાઓનો લોકસંપર્ક પણ વધશે.
पूरे प्रदेश में कांग्रेस के सभी कार्यक्रमों को जनता का ऐतिहासिक समर्थन मिल रहा है। इसे देखते हुए अब हम 'घर-घर कांग्रेस' अभियान शुरू करने जा रहे हैं।
आज नूंह में... pic.twitter.com/FcTi2oZQgk
— Bhupinder S Hooda (@BhupinderShooda) January 2, 2024
કોંગ્રેસે આપ્યા આ વચનો
पूरे प्रदेश में कांग्रेस के सभी कार्यक्रमों को जनता का ऐतिहासिक समर्थन मिल रहा है। इसे देखते हुए अब हम 'घर-घर कांग्रेस' अभियान शुरू करने जा रहे हैं।
आज नूंह में... pic.twitter.com/FcTi2oZQgk
કોંગ્રેસે આ અભિયાન દ્વારા તેના ચૂંટણી વચનોને ઘરે-ઘરે સુધી પહોંચાડશે, જિલ્લા કર્તવ્ય સંમેલનમાં અનેક મુદ્દાઓ અંગે બોલતા પૂર્વ મુખ્ય મંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડાએ કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો, તે ગેસ સિલિન્ડર પેટે 500 રૂપિયા આપશે, તે જ પ્રકારે 300 યુનિટ ફ્રિ વિજળી આપશે તથા વૃધ્ધાવસ્થા પેન્શનરૂપે 6000 હજાર રૂપિયા આપશે. હાલ તો હરિયાણા સરકાર 17 લાખ લાભાર્થીઓને 5,538 રૂપિયા આપે છે.