નૂંહ હિસા બાદ પોલીસ એક્શન મોડમાં, રોહિંગ્યાની 250થી વધુ ઝુપડપટ્ટી પર ચાલ્યું બુલડોઝર, પોલીસ કાફલો તૈનાત


  • Published By :
  • Published Date : 2023-08-04 14:32:41

હરિયાણાના નૂંહમાં 31 જુલાઈના રોજ બ્રજ મંડલ યાત્રા દરમિયાન થયેલી હિંસા બાદ હરિયાણા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે રમખામોની શરૂઆતની તપાસ બાદ નૂંહમાં રોહિંગ્યાઓ અને ગેરકાયદે ઘુસણખોરો સામે પગલા લીધા છે. હરિયાણાના સીએમ મનોહર લાલના આદેશ પર પોલીસે તાવડૂ રોહિગ્યાઓ અને ઘુસણખોરોના ગેરકાયદે કબજા પર પણ બુલડોઝર ચલાવ્યું છે. શરૂઆતની તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો હિંસામાં સામેલ હતા. આ રોહિંગ્યાઓએ હરિયાણા શહેરી વિકાસ ઓથોરીટીની જમીન પર ગેરકાયદે કબજો કર્યો હતો. આ પહેલા ગુરૂવારે નૂંહ જિલ્લાના તાવડૂ શહેરના મોહમ્મદ પુર માર્ગની સાથે વોર્ડ નંબર-1માં ગેરકાયદે કરાયેલા કબજા પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું હતું. આ ઝુપડપટ્ટીમાં આસામથી આવેલા ગેરકાયદે ઘુસણખોર રહી રહ્યા હતા.


કડક સુરક્ષા બંદોબસ્ત હેઠળ કાર્યવાહી


નૂંહ જિલ્લાના તાવડૂ શહેરના મોહમ્મદ પુર માર્ગની સાથે વોર્ડ નંબર-1માં ગેરકાયદે કરાયેલા કબજા પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું તે દરમિયાન કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યા અર્ધ લશ્કરી દળોના જવાનો અને પોલીસકર્મીઓ તથા અનેક વિભાગોના અધિકારીઓની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે તાવડૂમાં લગભગ એક એકર જમીનમાં 250થી વધુ ઝુપડપટ્ટી બનાવવામાં આવી હતી, જેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.  આ ઝુપડપટ્ટીમાં રહેતા મોટાભાગના તાજેતરની સાંપ્રદાયિક હિંસાના આરોપી છે.  આ મકાનો પર છેલ્લા ચાર વર્ષથી ગેરકાયદેસર અતિક્રમણ હોવાનું જાણવા મળ્યું છે અને કથિત રીતે બાંગ્લાદેશના ગેરકાયદેસર વસાહતીઓ દ્વારા વસવાટ કરવામાં આવ્યો હતો.


નૂંહ હિંસા બાદ પોલીસે કરી કાર્યવાહી


હરિયાણાના નૂંહ જિલ્લામાં ફાટી નિકળેલી હિંસા બાદ પોલીસે આરોપીઓ સામે કડક હાથે કામ લીધું છે. એસપી વરુણ સિંગલાએ જણાવ્યું હતું કે, "સંબંધિત એજન્સીઓ દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું અને અમે પોલીસનો સહયોગ આપ્યો હતો." એડીજીપી (કાયદો) મમતા સિંહના ઓએસડી નરેન્દ્ર બિરજાનિયાએ જણાવ્યું હતું કે, “અમે ડિમોલિશન હાથ ધર્યું છે અને મુખ્યત્વે આ બાંધકામો ગેરકાયદેસર હતા. ભૂતકાળમાં પણ નૂહ પોલીસ પણ સક્રિયપણે કુખ્યાત ગુનેગારોની ગેરકાયદેસર મિલકતો જપ્ત કરી રહી છે અને તોડી પાડતી રહી છે, જેમાં પશુઓની તસ્કરી, ગેરકાયદેસર ખાણકામ કરનારા, ખંડણીખોરો, હથિયારોના વેપારી અને સાયબર ગુનેગારોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં, સ્થાનિક સત્તાવાળાઓએ હિંસાની ઉજવણી કરતા વાંધાજનક વીડિયો સામે ત્રણ સહિત 45 FIR નોંધી છે. કેટલીક એફઆઈઆરમાં પાકિસ્તાનની તરફેણમાં સૂત્રોચ્ચાર કરતા ટોળાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. નૂહમાં અત્યાર સુધીમાં 139 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મેવલી, શિકારપુર, જલાલપોર અને શિંગર જેવા ગામોમાં કોમ્બિંગ કવાયત હાથ ધરવામાં આવી છે. સાયબર નિષ્ણાતોની એક વિશેષ ટીમે સમગ્ર યાત્રા રૂટ પર લગાવેલા તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ લીધા હતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.