અનેક વખત આપણે એવા કિસ્સા સાંભળ્યા હશે કે ચાલતા વાહનમાં અચાનક આગ લાગી જાય છે અને તે દુર્ઘટનાનો શિકાર થઈ જાય છે.. ત્યારે એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.
બસમાં એકાએક લાગી આગ અને સર્જાઈ દુર્ઘટના
મળતી માહિતી અનુસાર શુક્રવારે બસ ભાડે કરી દર્શનાર્થીઓ બનારસ અને મથુરા વૃંદાવન દર્શન કરવા માટે ગયા હતા.. આ બસમાં 60 જેટલા લોકો હતા જેમાં મહિલાઓનો અને બાળકોનો સમાવેશ થાય છે... તે લોકો દર્શન કરીને તે લોકો પરત ફરી રહ્યા હતા જે દરમિયાન બસ અચાનક આગની ઝપેટમાં આવી ગઈ.. મળતી માહિતી અનુસાર બસમાં બેઠેલા લોકોને બસમાં આગ લાગી છે તેની જાણ ના હતી.. ડ્રાઈવર પણ બસને ચલાવી રહ્યા હતા... સ્થાનિકો દ્વારા બસમાં આગ લાગી છે તેવી માહિતી આપવામાં આવી.. જ્યારે આગની જાણકારી ડ્રાાઈવરને મળી તે બાદ બસ ઉભી રહી પરંતુ ત્યાં સુધી બસમાં બહુ બધી આગ ફેલાઈ ચૂકી હતી તેવી માહિતી સામે આવી છે..
9 જેટલા લોકોના મોત થયા હોવાના સમાચાર
આગને કાબુમાં લેવા માટે સ્થાનિક લોકોએ પ્રયત્ન કર્યો. પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી, ફાયર વિભાગની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી.. લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું હતું, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.. આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. બીજા લોકોની સારવાર ચાલી રહી છે.
#WATCH | Haryana: Eight people were killed and over 20 injured after the bus they were travelling in caught fire on the Kundli-Manesar-Palwal (KMP) Expressway in Nuh. The bus was returning from Vrindavan. pic.twitter.com/16IuWriUgo
— ANI (@ANI) May 18, 2024