હરિયાણાના યમુનાનગરમાં ઝેરી દારૂ પીવાથી વધુ 5 લોકોના મોત, મત્યુઆંક 14 થયો


  • Published By :
  • Published Date : 2023-11-11 11:24:58

હરિયાણાના યમુનાનગર જિલ્લાના મંડેબરી અને અંજેટાના માજરા ગામમાં ઝેરી દારૂ પીવાથી મોતની વધુ 5 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, આ લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 14 થઈ ગયો છે. પોલીસનું કહેવું છે કે આ કેસમાં આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 


આપે કર્યા આકરા પ્રહાર 


આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ ડો. સુશીલ ગુપ્તાએ શુક્રવારે નિવેદન આપી હરિયાણામાં લઠ્ઠાકાંડને લઈને ખટ્ટર સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે હરિયાણામાં ગેરકાયદે ઝેરીલા દારૂનું વેચાણ થઈ રહ્યું છે. રાજ્યના તમામ શહેરો અને ગામમાં આવી ઝેરીલા દારૂના વેચાણ વધી રહ્યું છે. રાજ્યની ભાજપ સરકાર આ મામલે તદ્દન ચૂપ છે, અને કોઈ કાર્યવાહી કરી રહી નથી જેના કારણે નકલી દારૂના વેચાણ તરતા તત્વોને પ્રોત્સાહન મળી રહ્યું છે.




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.