હર્ષદ ગઢવીની ચિમકી "ભીંતચિત્ર હટાવવામાં નહીં આવે તો અનશન પર ઉતરીશ, જાન ન્યૌછાવર પણ કરી દઇશ"


  • Published By :
  • Published Date : 2023-09-04 20:14:52

સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં દાદાને સ્વામિનારાયણના દાસ તરીકે દર્શાવાતા ભીંતચિત્રો મામલે રાજ્યના સાધુ સંતોથી લઈને સામાન્ય લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યા છે. જોકે, આ વિવાદ ચાલી જ રહ્યો છે તે દરમિયાન ચારણકી ગામના અને હનુમાન ભક્ત હર્ષદ ગઢવીએ કુહાડી સાથે સાળંગપુર મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને આ ભીંતચિત્રો પર કાળો કૂચડો મારી દીધો હતો. બાદમાં પોલીસે હર્ષદ ગઢવીની અટકાયત કરી હતી, આજે હર્ષદ ગઢવી જામીન પર બહાર આવી ગયા છે. બરવાળા કોર્ટે હર્ષદ ગઢવી સહિત ત્રણેય આરોપીને વચગાળાના જામીન પર મુક્ત કર્યા છે. જામીન મળતા જ હર્ષદ ગઢવી મીડિયા સામે આવ્યા હતા અને તેમણે જણાવ્યુ હતુ કે, ‘જો પોસ્ટર નહીં હટાવવામાં આવે તો હું અનશન કરીશ.’


હર્ષદ ગઢવીએ શું ચિમકી ઉચ્ચારી?

 

હનુમાનજીના ભીંતચિત્રો મામલે  હર્ષદ ગઢવીનું મોટું નિવેદન સામે આવ્યું છે, તેમણે કહ્યું કે, "હું સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધી નથી પરંતુ તેમની વૃત્તિ અને પ્રવૃતિઓનો વિરોધી છું. હર્ષદ ગઢવીએ આજે સનાતન ધર્મની જય સાથે નિવેદન આપું છું કે હનુમાનજીનું અપમાન જોયા બાદ ગુસ્સો કન્ટ્રૉલમાં ના રહ્યો અને મારે ના છૂટકે આ કરવું પડ્યું. સનાતન ધર્મના સાધુ-સંતોને આ ભીંતચિત્રો હટાવવા  વારંવાર હાથ જોડીને વિનંતી કરી, છતાં પણ ભીંતચિત્રો હટાવવામાં આવ્યા ન હતા. હવે હું જે કાઈ પગલું ભરીશ તે ગુજરાતના સનાતન ધર્મના સાધુ સંતોને મળીને જ ભરીશ. જો ભીંતચિત્ર હટાવવામાં નહીં આવે તો અનશન પર ઉતરીશ અને જરૂર પડશે તો જાન ન્યૌછાવર પણ કરી દઇશ." ઉલ્લેખનીય છે કે, હર્ષદ ગઢવી હાલમાં જામીન પર બહાર છે, અને તેમને હવે અનશન કરવાની ચિમકી ઉચ્ચારી છે. 


હર્ષદ ગઢવીના સમર્થનમાં આવ્યા લોકો


સાળંગપુર ખાતે ભીત ચિત્રો પર શાહી ફેંકનાર હર્ષદ ગઢવીના સમર્થનમાં લોકો આવી રહ્યા છે. હર્ષદ ગઢવીના સમર્થનમાં બરવાળા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. બરવાળા પોલીસ મથક ખાતે બરવાળા તાલુકા હિન્દુ યુવા સંગઠન અને સાધુ સંતો અરજી આપવા પહોંચ્યા હતા. બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર જગદેવદાસ બાપુએ અરજી આપી છે. તેમણે કહ્યું કે, હર્ષદ ગઢવી સજ્જન વ્યક્તિ છે. મંદિરે રજૂઆત કરવા ગયેલ ત્યારે યોગ્ય જવાબ નહીં મળતા ધાર્મિક લાગણી દુભાતા ભીંત ચિત્રોને નુકસાન કર્યું. જ્યાં કિંગ ઓફ સાળંગપુર મૂર્તિ વિશાળ બનાવાઈ ત્યારે એની નીચે હનુમાનજીને સામાન્ય વ્યક્તિ સામે ઝુકાવવાનું કામ કર્યું તે દુ:ખદ છે. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે બેધારી નીતિના વિરોધમાં અરજી આપવામાં આવી છે. હર્ષદ ગઢવીને તેમના ગામ ચારણકીના સરપંચ સહિત ગામલોકોએ સમર્થન આપ્યું હતું. સમર્થનમાં સરપંચ સહિત ગામલોકોએ પ્રતિક્રિયા આપી છે. હર્ષદ ગઢવીએ કરેલ કૃત્યને લોકોએ યોગ્ય ગણાવી સમર્થન આપ્યું હતું. 


બેરિકેડ્સ તોડીને ઘુસી ગયા હતા હર્ષદ ગઢવી


સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં બેરિકેડ્સ તોડીને શિલ્પ ચિત્રોને નુકસાન પહોંચાડવા આવેલા રાણપુરના ચારણકી ગામના હર્ષદ ગઢવીને પોલીસે પકડી પાડ્યો હતો. શિલ્પ ચિત્રો ઉપર હર્ષદ ગઢવીએ કાળો કલર કરી અને તોડફોડ કરી હતી. ત્યાર બાદ પોલીસે  હર્ષદ ગઢવીની ધરપકડ કરી તેની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. હર્ષદ ગઢવી, જેસિંગ ભરવાડ અને બળદેવ ભરવાડ વિરૂદ્ધ મોડીરાત્રે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ત્રણેય શખ્સો વિરૂદ્ધ કલમ ઇ.પી.કો.295( એ) 153(એ) 427, 506(2) 120(બી)GP ACT ક.135 મુજબ ગુનો નોંધી ત્રણેય શખ્સો વિરૂદ્ધ કાર્યવાહી કરી હાથ ધરી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?