ભારતને તહેવારોનો દેશ કહેવામાં આવે છે. તહેવારોની ઉજવણી આપણે પરિવાર સાથે કરીએ ત્યારે તે આનંદ વધી જાય છે. જીવનનું ગુજરાન ચલાવવા માટે ગામડામાં રહેતા લોકો શહેરો તરફ આવતા હોય છે. દિવાળી દરમિયાન લોકો પોતાના વતન જાય છે પરંતુ પરંતુ આ દરમિયાન ખાનગી બસ ટ્રાન્સપોર્ટવાળાઓ વધારે ભાડુ વસૂલતા હોય છે. આ તકનો લાભ ખાનગી બસ સંચાલકો લેતા હોય છે. વધારે ભાડુ વસુલવામાં આવે છે ત્યારે ખાનગી બસોના સંચાલકો સામે હર્ષ સંઘવીએ લાલ આંખ કરી છે. જો બેફામ રીતે બસનું ભાડુ લેવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત હર્ષ સંઘવીએ કરી હતી. સોશિયલ મીડિયા પર તેમના નિવેદનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
દિવાળીને ધ્યાનમાં રાખી દોડાવાશે વધારે એસટી બસ
દિવાળીના તહેવારને માત્ર હવે ગણતરીના દિવસો બાકી છે. દિવાળી દરમિયાન અનેક લોકો ફરવા જતા હોય છે, અનેક લોકો પોકાના વતન જતા હોય છે. તહેવારને ધ્યાનમાં રાખી વધારાની એસટી બસ તો ફાળવવામાં આવી છે. વધારે એસટી બસો આ સમય દરમિયાન દોડાવવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. મળતી માહિતી અનુસાર 200થી વધારે એસટી બસોને ફેરવવામાં આવશે. 7 નવેમ્બરથી 11મી નવેમ્બર દરમિયાન બસ ઉપડ્શે. એસટી બસોની વ્યવસ્થા તો કરાઈ છે પરંતુ અનેક લોકો ખાનગી બસનો ઉપયોગ કરતા હોય છે.
ખાનગી બસ સંચાલકોને હર્ષ સંઘવીએ આપી ચેતવણી
તહેવાર દરમિયાન ખાનગી બસ સંચાલકો બેફામ રીતે મુસાફરો પાસેથી ભાડુ વસુલતા હોય છે. ખાનગી બસોના માલિક મનફાવે તેટલો ભાવ આ ગાળા દરમિયાન લેતા હોય છે. બમણા કે તેથી વધારે પૈસા લોકોને ચૂકવવા પડતા હોય છે. આ બધા વચ્ચે હર્ષ સંઘવીએ બેફામ ભાડું વસૂલ કરનાર બસ સંચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની વાત કરી છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે નાગરિકોની જરૂરિયાતનો લાભ લેવામાં આવશે તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે.ખાનગી બસ સંચાલકો આવી કોઈ પણ કાળાબજારી કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.