Gandhinagarથી Harsh Sanghviએ 'શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા'નો કરાવ્યો પ્રારંભ, તમામ એસ.ટી.ડેપોમાં કરાશે સફાઈ અભિયાન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-02 15:15:31

આપણે ત્યાં કહેવાય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એટલે જ્યાં સફાઈ હોય છે ત્યાં ભગવાનનો વાસ રહે છે. ઘરમાં આપણે સફાઈની તકેદારી રાખતા હોઈએ છીએ પરંતુ જ્યારે બહાર જઈએ છીએ ત્યારે અનેક લોકો કચરાને જ્યાં ત્યાં નાખી દેતા હોય છે. જ્યાં ત્યાં કચરો નાખવાને કારણે અમદાવાદ, રાજ્ય તેમજ દેશમાં ગંદકી ફેલાય છે. રસ્તા પર તો કચરો અનેક વખત દેખાતો હોય છે પરંતુ અનેક એસટી બસો, અનેક એસટી સ્ટેશનો એવા હોય છે જ્યાં સફાઈ નથી હોતી. એસટીબસમાં મુસાફરી કરનારા લોકો એસટી બસમાં જ કચરો નાખી દેતા હોય છે. ત્યારે ગુજરાત સરકારે એસટી બસની સ્વચ્છતાનો દ્રઢ સંકલ્પ કર્યો છે. 

હર્ષ સંઘવીએ એસટી બસ સ્ટેશનની કરી સફાઈ 

ગાંધીનગર ખાતેથી હર્ષ સંઘવીએ શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા પ્રકલ્પનો આરંભ કરાવ્યો છે. એક મહિના સુધી ચાલનારા આ અભિયાનમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. એક મહિના સુધી ચાલનાર આ અભિયાન અંતર્ગત રાજ્યના તમામ એસ.ટી.ડેપો ખાતે સ્વચ્છતા કાર્યક્રમ, એસ.ટી.સ્ટેન્ડ ખાતે વૃક્ષારોપણ, રક્તદાન કાર્યક્રમ, શેરી નાટકો વગેરે જેવા કાર્યક્રમો યોજાશે અને મુસાફરોને એસ.ટી.ની સ્વચ્છતા માટે જાગૃત કરવામાં આવશે. હર્ષ સંઘવીએ ગાંધીનગર એસટી બસ સ્ટેશનથી રાજ્ય વ્યાપી શુભ યાત્રા, સ્વચ્છ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. એસ.ટી બસમાં સ્વચ્છતા જળવાય તે માટે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. હર્ષ સંઘવીએ ઝાડું લઈ બસ સ્ટેશનની તેમજ બસની સાફ સફાઈ કરી. મહત્વનું છે કે અનેક વખત એસટી વિભાગના કર્મચારીઓ પણ પાન-મસાલા ખઈ ટૂકતા હોય છે.   



બસને ગંદી કરવા વાળા સામાન્ય નાગરિકો જ હોય છે!

મહત્વનું છે કે અનેક વખત આપણે જ્યારે એસટી બસની મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે ગંદકીનો સામનો કરવો પડે છે. બસમાં સફાઈ રહેતી નથી જેને કારણે અનેક લોકોને અગવડનો સામનો કરવો પડે છે. બસમાં કચરો દેખાય છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે બસમાં સફાઈ નથી રહેતી. તંત્રની કામગીરી પર પ્રશ્ન ઉઠાવતા હોઈએ છીએ. પરંતુ ક્યારેય આપણે એવો વિચાર કર્યો કે આ કચરો આપણામાંથી જ કોઈએ ફેંક્યો હશે. આપણે પણ થોડી સુધરવાની જરૂર છે તેવો અહેસાસ ઘણી વખત થાય છે. એવી માહિતી સામે આવી છે કે એસટી બસમાં સ્વચ્છતા રહે તે માટે ડસ્ટબીન રાખવામાં આવશે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...