ભાજપમાં ઉમેદવારો જાહેર કરાયા બાદ વડોદરા જિલ્લાની પાંચ બેઠકો પૈકી વાઘોડિયા, કરજણ અને પાદરા બેઠક ઉપર ભડકો થયો છે અને વાઘોડિયા બેઠકના વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને કરજણ-પાદરાના ભાજપના પૂર્વ ધારાસભ્યઓ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વાઘોડિયા પહોંચ્યા છે. જ્યાં તેઓએ કાર્યકરો બેઠક યોજી હતી.પરંતુ મધુ શ્રીવાસ્તવ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા
નેતાઓ કહે છે "ચૂંટણીતો લડવાની" !!!
ભાજપ દ્વારા વડોદરા જિલ્લાની તમામ પાંચ બેઠકો ઉપર અપેક્ષીત ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં વાઘોડિયા બેઠક ઉપર સ્થાનિક લોકોના વિરોધને કારણે 7મી ટર્મ ચૂંટણી લડવા માંગતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી અગાઉ જિલ્લા પંચાયતની ચૂંટણી હારી ગયેલા જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવી છે.
કરજણ બેઠક ઉપર કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ધારાસભ્ય બનેલા અક્ષય પટેલને રિપીટ કરવામાં આવતા કરજણ બેઠકના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ અને પાદરા બેઠક ઉપર પાદરા નગર પાલિકાના પ્રમુખ ચૈતન્યસિંહ ઝાલાને ટિકિટ આપવામાં આવત પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલે કાર્યકરોના ખભે બંધુક મૂકી અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.