મીઠા અંદાજમાં Harsh Sanghviએ પોલીસને સંભળાવી દીધું, સમજાવ્યું PI,પોલીસે કેવી રીતે માણસો સાથે વ્યવહાર કરવો જોઈએ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-05 16:28:37

જ્યારે આપણે કોઈ મોટી તકલીફમાં હોઈએ છીએ ત્યારે આપણને સૌથી વધારે જરૂર ડોક્ટર અથવા તો પોલીસની પડતી હોય છે. જો આપણી સાથે છેતરપિંડી થઈ છે, ફ્રોડ થયો છે તો આપણે પોલીસનો સંપર્ક કરીએ છીએ અને કોઈ મોટી બિમારી થઈ હોય તો આપણે ડોક્ટરનો સંપર્ક કરતા હોઈએ છીએ. લોકો એવું ઈચ્છે છે કે પોલીસ તેમજ ડોક્ટરના સંપર્કમાં જેટલું ઓછું આવવું પડે તેટલું સારૂં. જો આપણી સાથે ડોક્ટર અગર સારું વર્તન નથી કરતા, આપણે તેમની સાથે comfortable નથી તો બીજા ડોક્ટર પાસે પણ જઈ શકીએ છીએ પંરતુ વાત જ્યારે પોલીસની આવે છે ત્યારે આ શક્ય નથી. પોલીસ ગમે તેવું વર્તન કેમ ન કરે જે વિસ્તારમાં કેસ બનતો હોય તેનો જ સંપર્ક કરવો પડે છે. 

પોલીસ સ્ટેશનમાં જાવ અને સારો અનુભવ થાય તો નસીબદાર કહેવાય

પોલીસ આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં વિચારો આવવા શરૂ થઈ જાય કે એક નાનકડા કામ માટે અનેક દિવસો સુધી ધક્કા ખાવા પડશે. પોલીસ અધિકારી આપણને મળશે કે નહીં તે પણ ડર હોય છે. મળશે તો આપણી વાત સાંભળશે કે નહીં, આપણી જોડે કેવો વ્યવહાર કરશે તેવા અનેક સવાલો આપણા દિમાગમાં ચાલતા હોય છે. એક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં સામાન્ય માણસો સાથે કેવું વર્તન કરવામાં આવે છે પોલીસ દ્વારા તે દેખાતું હોય છે. તમે પોલીસ સ્ટેશનમાં ગયા હોવ અને સારો અનુભવ થાય તો તમે નસીબદાર કહેવાઓ તેવી પરિસ્થિતિ છે. 


હર્ષ સંઘવીએ પોલીસને કરી ટકોર અને કહ્યું... 

સામાન્ય જનતા સાથે પોલીસ કેવો વ્યવહાર કરે છે તે આપણે તો જાણીએ છીએ પરંતુ આ વાતને હર્ષ સંઘવી પણ જાણે છે. લોકોને કેટલા કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવે છે. વૃદ્ધો સાથે કેવી રીતે વ્યવહાર કરવામાં આવે છે તેની પણ હર્ષ સંઘવીએ નોંધ લીધી છે. એક કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ પીઆઈ, પીએસઆઈને ઠપકો આપ્યો જેમાં તેમણે કહ્યું કે  તમારા બધા પર નજર રાખવામાં આવે છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી પાસે, રાજ્ય ગૃહમંત્રી પાસે લોકોને મળવાનો સમય હોય છે, લોકોની સમસ્યાને સાંભળવાનો સમય હોય છે તો પીઆઈ અથવા તો પીએસઆઈ પાસે કેમ સમય નથી હોતો સામાન્ય માણસો સાથે વાત કરવાનો? અનેક એવા મુદ્દાઓ વિશે તેમણે વાત કરી જે સામાન્ય માણસને સીધી રીતે અસર કરે છે.


સામાન્ય માણસ સાથે પોલીસ જે વર્તન કરે છે તે આપણે જાણીએ છીએ 

મહત્વનું છે કે પોલીસ વિભાગમાં માત્ર અમુક જ એવા અધિકારીઓ હશે જે સામાન્ય નાગરિકો સાથે સારો અને માનપૂર્વક વર્તન કરતા હોય છે. મુખ્યત્વે જે કિસ્સાઓ સામે આવે છે તેમાં પોલીસકર્મી દ્વારા તોછળાઈ ભર્યું વર્તન કરવામાં આવતું હોય છે. રસ્તા પર જ્યારે પોલીસ પકડે છે ત્યારે તે માણસ સાથે કેવો વ્યવહાર થાય છે તેનાથી આપણે બધા વાકેફ છીએ. મંત્રી હર્ષ સંઘવીને પણ આ વાતની ખબર હશે   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.