રાજ્યમાં તેમજ દેશમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અનેક કાર્યક્રમો અનેક અભિયાન ચલાવવામાં આવે છે. અનેક અભિયાનો ચાલી રહ્યા છે પરંતુ રસ્તા પર અનેક વખત ગંદકી દેખાતી હોય છે. એસટી બસમાં સફાઈ રહે તે માટે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાનની શરૂઆત થોડા દિવસો પહેલા કરવામાં આવી. આ અભિયાન અંતર્ગત એસટી બસની તેમજ એસટી બસ સ્ટેશનમાં સફાઈ કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર એસટી બસ સ્ટેશનની સફાઈ કરી હતી. ત્યારે આ અભિયાનને શરૂ થયે થોડા દિવસો જ થયા ત્યારે હર્ષ સંઘવીએ ગાંધીનગર એસટી બસ સ્ટેશનની ઓચિંતી મુલાકાત લીધી હતી.
જ્યાં ત્યાં લોકો નાખી દેતા હોય છે કચરો!
રસ્તા પર જ્યારે આપણે કચરો જોઈએ છીએ ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે સાફ સફાઈ નથી થતી, અથવા તો સફાઈ કરેલી જગ્યા પર ફરીથી ગંદકી થઈ ગઈ! બસોમાં પણ જ્યારે આપણે જ્યારે મુસાફરી કરીએ છીએ ત્યારે પાણીની બોટલો, પેકેટો ત્યાંની ત્યાં મૂકી આવીએ છીએ. એસટી બસમાં, એસટી બસ સ્ટેશન સહિત અનેક જગ્યાઓ એવી હોય છે જ્યાં કચરાનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. કદાચ આપણામાંથી અનેક લોકો એવા હશે જેમણે રસ્તા પર કચરો ફેંક્યો હશે. એસટી બસ તેમજ એસટી બસ સ્ટેશનની હાલત જોઈએ ત્યારે તેની દુર્દશા જોઈને દયા આવી જાય. અનેક એસટી બસ સ્ટેશન એવા હશે જ્યાં લોકોએ પીચકારી મારી હશે, પાણીની બોટલ, વેફરના પેકેટ જ્યાં ત્યાં ફેકી દીધા હશે વગેરે વગેરે.
ગાંધીનગર એસટી બસ સ્ટેશનની હર્ષ સંઘવીએ લીધી મુલાકાત
એસટી બસમાં જ્યારે લોકો મુસાફરી કરે છે ત્યારે ગંદકીનો સામનો કરવો પડે છે. બસમાં સફાઈ નથી હોતી, કચરો ફેંકેલો હોય છે વગેરે વગેરે. ત્યારે એસટી બસમાં તેમજ એસટી બસ સ્ટેશન પર સફાઈ જળવાય તે માટે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અભિયાન અંતર્ગત એસટી બસની તેમજ એસટી બસ સ્ટેશનનોની સફાઈ કરવામાં આવશે. અભિયાન ચાલી થયે હજુ થોડા દિવસ જ વિત્યા છે ત્યારે હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે આવેલા એસટી બસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. સ્ટેશનમાં તો ફર્યા પરંતુ બસમાં તેઓ સફાઈ કેટલી જળવાય છે તે જોવા ગયા હતા. મહત્વનું છે કે સ્વચ્છતા જાળવવી આપણી પણ ફરજમાં આવે છે.
સોશિયલ મીડિયા પર હર્ષ સંઘવીએ શેર કર્યા વીડિયો
બસ સ્ટેશનની હર્ષ સંઘવીએ ઓચિંતી મુલાકાત લીધી હતી. બસમાં બેઠેલા મુસાફરો સાથે પણ તેમણે વાત કરી હતી ઉપરાંત લોકોને સ્વચ્છતા જાળવવા પણ અપીલ કરી હતી. સોશિયલ મીડિયા પર જ્યારે તેમણે આ પોસ્ટ શેર કરી ત્યારે અલગ અલગ લોકોએ અલગ અલગ પ્રતિક્રિયા આપી છે.કોઈએ તેમની પ્રશંસા કરી છે તો કોઈએ પોતાની ફરિયાદ તેમને જણાવી છે. સ્વચ્છતા જાળવવી આપણી પણ ફરજ છે. ત્યારે આપણે પણ કચરો ડસ્ટબીનમાં નાખીએ, સ્વચ્છતા જાળવીએ તેવી આશા કારણ કે નાગરિક તરીકે આપણી પણ અનેક ફરજો છે!