ગાંધીનગર ગિફ્ટસીટીમાં ગુજરાત સરકારે લિકરની પરમિશન આપી છે. આ બાદ દરેક જગ્યાઓ પર આની ચર્ચાઓ થઈ રહી છે. અલગ અલગ તર્ક વિતર્ક સામે આવ્યા છે. આ બધા વચ્ચે હવે રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે લિકર પરમિટને લઈ માર્ગદર્શિકા જાહેર થશે અને પરિમટ મુદ્દે નિયમ છે તે વિભાગ દ્વારા આપવામાં આવશે તેવી જાણકારી તેમણે આપી છે.
વિભાગ દ્વારા નિયમો કરવામાં આવશે જાહેર
થોડા દિવસ પહેલા ગુજરાત સરકારે ગાંધીનગર ગિફ્ટ સીટીમાં દારૂની છૂટ આપી છે. આ બાદ વિપક્ષી નેતાઓ દ્વારા આ અંગે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. વિપક્ષી નેતાઓએ આ નિર્ણયને વખોડ્યો હતો. તેમનું કહેવું હતું કે જો કોઈ પકડાય છે તો તે કહી દેશે કે ગિફ્ટ સીટીથી આવ્યો છે. લિકર પોલીસીને લઈ લોકોમાં ચર્ચાઓ ચાલી રહી હતી. આ બધા વચ્ચે હર્ષ સંઘવીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. ગિફ્ટ સિટી ગાંધીનગરમાં દારૂબંધીની છૂટ મુદ્દે હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે લિકર પરમિટને લઈ માગર્દર્શિકા જાહેર થશે અને પરમિટ મુદ્દે નિયમ છે તે વિભાગ દ્વારા આપવામાં આવશે.