યુવરાજસિંહ અંગે અનેક નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. સી.આર.પાટિલે આ મામલે પોતાનું નિવેદન આપ્યું હતું, ત્યારે હર્ષ સંઘવીએ પણ આ મામલે મૌન તોડ્યું છે. હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે રાજ્યના યુવાનો જે માહિતી આપે એના પર પોલીસ કામગીરી કરે છે. તે જ રીતે યુવરાજસિંહે જે માહિતી આપી હતી તેની પર કાર્ય કરવામાં આવ્યું હતું પરંતુ, યુવરાજસિંહે તેમના પ્લાન પ્રમાણે રકમ મેળવી નામ જાહેર ન કર્યા હતા. એ કામ પોલીસે કર્યું છે. પોલીસે સીસીટીવી રજૂ કર્યા છે. કોઈને પણ આ કાંડમાં છોડવામાં નહીં આવે.
હર્ષ સંઘવીએ ડમી કાંડ મામલે આપ્યું નિવેદન!
ડમી કાંડ મામલે નવા નવા વળાંક આવી રહ્યા છે. ખંડણીને લઈ યુવરાજસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. મોડી રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહ સહિત 6 જેટલા લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. યુવરાજસિંહના સાળાની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે રાજ્યના યુવાને જે માહિતી આપે અને પર પોલીસ કામગીરી કરે છે. તે જ રીતે યુવરાજસિંહે જે માહિતી આપી હતી તેની પર કાર્ય કરવામાં આવ્યું હતું પરંતુ, યુવરાજસિંહે તેમના પ્લાન પ્રમાણે રકમ મેળવી નામ જાહેર ન કર્યા હતા. કોઈને પણ આ કાંડમાં છોડવામાં નહીં આવે.
સી.આર.પાટીલે પણ આપી પ્રતિક્રિયા!
હર્ષ સંઘવી ઉપરાંત સી.આર.પાટીલે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, "આજે આખા રાજ્ય અને દેશે જોયું છે કે જે વ્યક્તિ આવાં કૌભાંડો ખુલ્લાં પાડવાની વાત કરતો હતો તે પોતે પાંજરામાં પૂરાયો છે. નિર્દોષ લોકોને દબાવ્યા છે અને કેટલાક દોષીઓ પાસેથી પણ બચાવવાનો વાયદો કરીને ખૂબ મોટી રકમ લીધી છે, જેના વીડિયો અને અન્ય પુરાવા પોલીસે કબ્જે કર્યા છે. ગુનેગારો સાથે સંબંધ હોવાથી કાંડની માહિતી મેળવતો હતો. મને લાગે છે કે તપાસમાં તેમની સાથે જોડાયેલા અન્ય પણ ઘણા લોકોને પોલીસ શોધી કાઢશે અને તેમને યોગ્ય સજા આપશે"