લવ જેહાદની કથા વસ્તુ પર આધારીત ફિલ્મ કેરાલા સ્ટોરીની ચોતરફ ચર્ચા છે, ત્યારે રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે ધારદાર નિવેદન કર્યું છે. આજે મોરબી ખાતે નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવા આવેલા હર્ષ સંઘવીએ પ્રાસંગિક સંબોધનમાં કહ્યું હતું કે કોઈ પણ સલીમ સુરેશ બનીને બેન-દીકરીઓને ફસાવશે તો તેને સાંખી નહીં લેવાય તેમજ કોઈ સુરેશ પણ સલીમ બનીને આવું કૃત્ય કરશે તો તેને પણ સાંખી નહીં લેવામાં આવે. પ્રેમ કરવો એ ગુનો નથી, પરંતુ પ્રેમના નામે કરવામાં આવતું ષડ્યંત્ર ચલાવી લેવામાં નહીં આવે. આવી કોઈ ફરિયાદ કે અરજી આવે તો એ જ દિવસે તેની કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપવામાં આવી છે.
Morbiથી ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghaviનો હુંકાર, લવ જેહાદ મુદ્દે આપ્યું ચોંકાવનારું નિવેદન#morbi #harshsanghavi #homeminister #gujarathomeminister #lovejihad #gujarat #bjp #jamawat #jamawatupdate pic.twitter.com/vzMk7z0rYe
— Jamawat (@Jamawat3) May 18, 2023
પ્રેમને બદનામ કરનારાને ચેતવણી
Morbiથી ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghaviનો હુંકાર, લવ જેહાદ મુદ્દે આપ્યું ચોંકાવનારું નિવેદન#morbi #harshsanghavi #homeminister #gujarathomeminister #lovejihad #gujarat #bjp #jamawat #jamawatupdate pic.twitter.com/vzMk7z0rYe
— Jamawat (@Jamawat3) May 18, 2023મોરબી જિલ્લાના નાગરિકોને આજે હું સૂચન અને ચેતવણી આપવા આવ્યો છું. મારું સૂચન ખૂબ ગંભીરતાપૂર્વક અને જેના મનમાં માનવતા પણ બચી હોય તે તમામ લોકો કાન ખોલીને સાંભળી લે. દુનિયાના કોઇપણ ખૂણામાં અને ખાસ કરીને ગુજરાતની ધરતી પર સાહેબ, પ્રેમ કરવો કોઈ ગુનો નથી, પરંતુ પ્રેમના નામને બદનામ કરવાવાળા કાન ખોલીને સાંભળી લે... કોઈ સલીમ સુરેશના નામે પ્રેમ કરીને જો કોઈ ભોળી દીકરીને ફસાવશે તો એ દીકરીનો ભાઈ બનીને હું આવ્યો છું. કોઇ સુરેશ સલીમ બનીને પ્રેમ કરે તોપણ ખોટું છે અને કોઇ સલીમ સુરેશ બનીને પ્રેમ કરે તોપણ ખોટું છે. પ્રેમ કરવાનો હક બધાને છે, પણ પ્રેમના નામે કોઈપણ ભોળી દીકરીને ફસાવશે તો તેની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. આ પ્રકારની કોઇ પણ અરજી કોઇ પણ પરિવારજનો કોઈ પણ પોલીસ સ્ટેશનમાં આવે તો એને ખૂબ ગંભીરતાથી લેવામાં આવશે. આવી ફરિયાદ લઈને આવનારાઓને બીજો ધક્કો ખવડાવવામાં ન આવે અને એ જ દિવસે પોલીસ ગંભીરતાપૂર્વક તપાસ કરીને પગલાં ભરશે.
ષડ્યંત્રકારોને રોકવાની જવાબદારી કાયદાની
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આજે હું જણાવવા માગું છું કે આ પ્રકારની ઘટનાઓની ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ ચાલું છે. એક-એક કિસ્સાને ગંભીરતાપૂર્વક લેવામાં આવશે. તપાસનાં મૂળિયાં ક્યાં સુધી છે, એ ગુનાનાં મૂળિયાં ક્યાં સુધી છે એ તપાસમાં સો ટકા બહાર આવશે, એની હું આપને ખાતરી આપવા આવ્યો છું. પ્રેમ શબ્દને બદનામ કરનારા એક-એક લોકો એ પછી કોઇપણ હોય, તેને સમજાવવાની જવાબદારી સમાજની છે અને સમજે નહીં, ષડ્યંત્રરૂપી કોઈ કામ કરતા જ રહે તો તેને રોકવાની જવાબદારી કાયદાની છે. એ કાયદાની કામગીરીની જવાબદારી તમે મને આપી છે. તો હું તમને વિશ્વાસ અપાવું છું કે આ બાબતે એકદમ ગંભીરતાપૂર્વક કામગીરી કરવામાં આવશે. મોરબીમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ મામલે આપેલા આ નિવેદને સૌને ચોંકાવી દીધા છે.