સોશિયલ મીડિયા પર અનેક લોકોના સ્ટંટ કરતા વીડિયો વાયરલ થતા હોય છે. તથ્યકાંડ બાદ તો સ્ટંટ કરનાર લોકોના વીડિયો બહુ સામે આવવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં વીડિયો પોલીસની નજરે આવતા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે. ત્યારે સ્ટંટ કરતા લોકોને, સ્ટંટ બાજોને હર્ષ સંઘવીએ એક સંદેશો આપ્યો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેફામ રીતે વાહન ચલાવતા લોકોને સલાહ આપી છે. હર્ષ સંઘવીએ કહ્યું કે સ્ટંટ કરવાનો આટલો જ શોખ હોય તો આર્મીમાં જોડાઈ જાવ.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે સ્ટંટ કરતા લોકોના વીડિયો
અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. સ્ટંટ કરતા લોકોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોય છે. બેફામ રીતે વાહનો લોકો ચલાવે છે. જો અકસ્માત થાય તો તેમના ઝડપની મજા બીજા માટે મોતની સજા બનતું હોય છે. થોડા સમય પહેલા અમદાવાદમાં એક એક્સિડન્ટ થયો હતો જેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા. તે બાદ પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ કરવામાં આવી હતી. પરંતુ અનેક લોકો એવા જેમને જાણે કાયદાનો ડર જ ન હોય.
સ્ટંટ કરતા લોકોને હર્ષ સંઘવીએ આપી આ સલાહ
બેફામ રીતે વાહનો ચલાવતા લોકોના વીડિયો વાયરલ થતાં હોય છે. ત્યારે સ્ટંટ કરતા લોકોને હર્ષ સંઘવીએ એક મેસેજ આપ્યો છે. હર્ષ સંઘવીએ કહ્યું કે જો તમને થ્રિલ અને સ્ટંટ કરવાનો એટલો જ શોખ હોય અને તમારી અંદર એટલું જ ડેરિંગ હોય તો તમે મહેનત કરીને ઈન્ડિયન આર્મીમાં ભરતી થાવ અને દેશની સરહદ પર જઈને દેશની રક્ષા માટે તમે દરેક લોકો મહત્વનો રોલ ભજવો. વધુમાં તેમણે કહ્યું કે તમને એટલો જ શોખ હોય તો એક સારા ડોક્ટર બનીને એક સામાન્ય ગામની અંદર જઈને ઓપરેશન કરીને મારા રાજ્યના નાગરિકોને બચાવવાની કામગીરી કરો.