Suratમાં આવેલા ઈચ્છાનાથ મહાદેવ મંદિર પરિસરની Harsh Sanghviએ કરી સફાઈ, ફોટોઝ શેર કરતા કહી આ વાત, જુઓ તસવીર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-15 16:58:02

છેલ્લા ઘણા સમયથી દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગામ, શહેર, રાજ્ય તેમજ દેશ સ્વચ્છ રહે તે માટે આ અભિયાન ચલાવાઈ રહ્યું છે. લોકો સ્વચ્છતા અંગે જાગૃત્ત થાય તે હેતુ આ અભિયાનનો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ ભગવાનની મૂર્તિ મંદિરમાં સ્થાપિત થવાની છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 22 જાન્યુઆરી પહેલા દેશભરમાં મંદિર પરિસરોની સફાઈ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહ્વાન કર્યું હતું. કેન્દ્રીય મંત્રીઓ તેમજ રાજ્યના મંત્રીઓ વિવિધ મંદિરોની સફાઈ કરી રહ્યા છે. ત્યારે આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુરત સ્થિત ઈચ્છાનાથ મહાદેવ મંદિર પરિસરમાં સફાઈ કરી હતી.

સુરતના ઈચ્છાનાથ મહાદેવ મંદિરના પરિસરની કરી સફાઈ! 

અયોધ્યામાં રામ ભગવાનની મૂર્તિ નવ નિર્મિત થઈ રહેલા મંદિરમાં સ્થાપિત થવાની છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે. તે સમારોહને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામ ભગવાનની મૂર્તિની સ્થાપના થાય તે પહેલા પીએમ મોદીએ એક અપીલ કરી છે. અયોધ્યામાં ભગવાન રાઘવના આગમનને સ્વચ્છતા સાથે વધાવવા માટે આહ્વાવન કર્યું હતું. દેશભરમાં મંદિર પરિસરોની સફાઈ માટે 14થી 22 જાન્યુઆરી દરમિયાન સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત સ્થિત ઈચ્છાનાથ મહાદેવના મંદિર પરિસરમાં હર્ષ સંઘવીએ સફાઈ કરી હતી. 

પીએમ મોદીએ કરી હતી આ અભિયાનની શરૂઆત 

સ્વચ્છતા અભિયાનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ભાગ લીધો હતો. ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સ્વચ્છતા કરી હતી. તો સાંસદ રતનસિંહ રાઠોડે લુણાવાડા તાલુકાના ઉંદરા ગામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. મહત્વનું છે કે આ અભિયાનની શરૂઆત નાસિકના કાલારામ મંદિરથી પીએમ મોદીએ કરી હતી.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...