રાજ્યના મોટા શહેરોમાં ટ્રાફિક પોલીસકર્મીઓ દ્વારા સામાન્ય માણસ સાથે રીઢા ગુનેગારો જેવું વર્તન કરવામાં આવે છે. ટ્રાફિકની નાની ભૂલ માટે કે પછી કોઈ વ્યક્તિ લાયસન્સ ભૂલી ગયો હોય અથવા તો તેની પાસે PUC ન હોય તો પોલીસ તેની સાથે આરોપીઓ જેવુ વર્તન કરે છે અને તેમની જાહેરમાં બેઈજ્જતી કરે છે. આ મામલે આજે ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિક પોલીસની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે ટ્રાફિક પોલીસમાં ભ્રષ્ટ અધિકારી અને કર્મચારીઓના કારણે આજે આખા ડિપાર્ટમેન્ટનું નામ બદનામ થઈ રહ્યુ છે. અત્રે ઉલ્લેખનિય છે કે TRB જવાનો દ્વારા વાહન ચાલકોને રોકી યેનકેન પ્રકારે હેરાન કરી કાયદાના ડરથી પૈસા પડાવામાં આવતા હોય છે. TRB જવાનોની દાદાગીરીના દૃશ્યો પણ સોશિયલ મિડિયા પર વાયરલ થતા હોય છે.
અમદાવાદ ખાતે ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન રૂમનું અનાવરણ પ્રસંગે.. https://t.co/m4i2LGUSRV
— Harsh Sanghavi (@sanghaviharsh) July 6, 2023
શું કહ્યું હર્ષ સંઘવીએ?
અમદાવાદ ખાતે ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન રૂમનું અનાવરણ પ્રસંગે.. https://t.co/m4i2LGUSRV
— Harsh Sanghavi (@sanghaviharsh) July 6, 2023ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે અમદાવાદમાં આજે ચાઇલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેમણે પોલીસને કેટલીક ટકોર કરી હતી.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અલગ-અલગ 4 જેટલા વિષયો પર વાત કરી હતી. જેમાં ખાસ કરીને ટ્રાફિક પોલીસમાં ભ્રષ્ટ અધિકારી અને કર્મચારીઓના કારણે આજે આખા ડિપાર્ટમેન્ટનું નામ બદનામ થઈ રહ્યુ છે. તેમણે કહ્યું કે, પ્રજા અને પોલીસ વચ્ચે સમન્વય જળવાઈ રહે તે માટે અધિકારીઓ કામ કરે છે અને મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં સામાન્ય નાગરિકોને લાયસન્સ અને PUC જેવી બાબતે આરોપીઓ જેવુ વર્તન કરીને હેરાન કરવામાં ન આવે. આપણે અન્ય વિષયોમાં જેમ સફળતા મેળવી છે તેમ આમાં પણ 100 ટકા સફળતા મેળવીશું. અત્રે ઉલ્લેખનિય છે કે હર્ષ સંઘવીએ અગાઉ પણ અનેક વાર ટકોર કરી છે, તેમ છતાં અમુક અધિકારીઓએ અને કર્મચારીઓ ગૃહ રાજ્યમંત્રીને ગણકારતા નથી, ત્યારે આજે ફરીથી તેમણે પોલીસને સામાન્ય વ્યક્તિઓ સાથે આરોપીઓ જેવુ વર્તન ન કરવા ટકોર કરી હતી.