લ્યો બોલો! હવે હર્ષ સંઘવીનો નકલી PA ઝડપાયો, PA દત્તાજીના સ્વાંગમાં રોફ જમાવતો હતો ગઠિયો


  • Published By :
  • Published Date : 2023-07-17 22:12:44

સત્તાધારી પક્ષના કોઈ વગદાર નેતાના નામ પર લોકો સામે રોફ જમાવતા ગઠિયાઓની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. નેતા સાથે ઓળખાણ હોવાનું કહીં લોકોને ઠગતા લેભાગુ તત્વોથી સાવધાન રહેવાની જરૂર છે. ગીર સોમનાથમાં LCBની ટીમે ગૃહ રાજ્યમંત્રીના PAની ખોટી ઓળખ આપી રોફ જમાવતા એક વ્યક્તિની ધરપકડ કરી છે. ગીર સોમનાથ LCBની ટીમે ગૃહ રાજ્યમંત્રીના PAની ખોટી ઓળખ આપનાર વ્યક્તિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહીં હાથ ધરી છે.


હર્ષ સંઘવીના નામે લોકોને ઠગતો હતો ઠગ


ગીરસોમનાથમાં ગૃહ રાજ્યમંત્રીના PA દત્તાજીની ખોટી ઓળખ આપીને લોકોને ઠગતા જગદીશ નંદાણીયાની ગીર સોમનાથ LCBની ટીમે ધરપકડ કરતા તેનો ભાંડો ફૂટી ગયો હતો. ઠગ જગદીશ નંદાણીયાની લોકો તેની વાતમાં ફોસલાઈ જાય તે માટે ગઠિયાએ ટ્રુ કોલર એપલિકેશનમાં તેના નંબરની ઓળખમાં હર્ષ સંઘવી PA લખ્યું હતું. સાથે જ હર્ષ સંઘવીનો ફોટો પણ મુક્યો હતો. ત્યાર બાદ ગઠિયો ગૃહમંત્રીના PA દત્તાજીની ખોટી ઓળખ આપીને સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓમાં નોકરી કરતાં નોકરીયાતોની બદલી કરવા, નોકરીમાં રાહત આપવા વગેરે પ્રકારની ભલામણો કરવા માટે અધિકારી અને કર્મચારીઓને ફોન કરતો હતો.


ગઠિયો કઈ રીતે ઝડપાયો?


ઠગ જગદીશ નંદાણીયાએ દોઢ મહિના પહેલા વેરાવળ ST ડેપોમાં ટ્રાફિક ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા દયારામ મેસવાણીયાને ફોન કરીને કહ્યું હતુ કે, તે હર્ષ સંઘવીની ઓફિસમાંથી PA દત્તાજી બોલે છે, તમારા ડેપોમાં ફરજ બજાવતા ગોપાલ બારડ નોકરી કરે છે. તેમને AC બસમાં ફરજ ફાળવજો સંઘવી સાહેબ સાથે વાત થઈ ગઈ છે. જોકે ટ્રાફિક ઈન્સપેક્ટર ઉપરના અધિકારીને વાત કરજો તેમ કહેતા ગઠિયાએ કહ્યું હતું કે, તમારે વલસાડ બદલીમાં જવું લાગે છે તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો. ત્યાર બાદ દશ દિવસ પછી ફરીથી ગઠિયાએ ફોન કર્યો હતો અને ફરીથી પોતાની ઓળખ દત્તાજી PA તરીકેની આપીને કહ્યું હતું કે, ગોપાલ બારડને AC બસમાં તમે કેમ નોકરી આપતા નથી. જોકે ટ્રાફિક ઈન્સપેક્ટર શક્ય નથી તેવું કહેતા ફોન કાપી નાખ્યો હતો. ટ્રાફિક ઈન્સપેક્ટરને ગઠિયા પર શંકા જતાં તેમણે ઉપરી અધિકારીઓને જાણ કરી હતી અને ત્યારબાદ આ અંગે વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અંતે ગીર સોમનાથ LCBની ટીમે જગદીશ નંદાણીયાને ઉમરેઠી ગામ પાસેથી ઝડપી પાડ્યો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?