Harsh Sanghaviએ Rajkot અને Jamnagarમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી, બેઠકમાં અપાઈ આ સૂચના! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-22 11:23:14

ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ ચાલી રહી છે.. રાજકોટ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ તેમને તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. વિવાદનો અંત લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે રાજકોટ તેમજ જામનગર હર્ષ સંઘવી આવ્યા અને ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો સાથે બંધબારણે બેઠક કરી હતી તેવી માહિતી સામે આવી છે. 

ભાજપના અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો 

રાજકોટ લોકસભા બેઠક થોડા સમયથી ચર્ચામાં છે ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા નિવેદનને કારણે.. ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે. રાજ્યના અલગ અલગ ભાગોમાં સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. પરષોત્તમ રૂપાલાએ અનેક વખત માફી માગી લીધી છે પરંતુ તે બાદ પણ વિવાદ શાંત લેવાનું નામ નથી લઈ રહ્યો. આ વિવાદ પ્રતિદિન ઉગ્ર બની રહ્યો હોય તેવું લાગે છે. ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડ્યો છે. આ વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ વિવાદ શાંત ના થયો. 


વિવાદનો અંત લાવવા ભાજપના નેતાઓ મેદાને! 

ભાજપના નેતાઓ તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ જે બાદ લાગતું હતું કે વિવાદ શાંત થઈ શકે છે, પરંતુ તે પ્રયાસો નિષ્ફળ નિવડ્યા. ક્ષત્રિય સમાજ જાણે આર યા પારની લડાઈ લડવા તૈયાર હોય તેવું લાગે છે. સમાજના લોકો દ્વારા એવી વાતો કરવામાં આવી કે આંદોલનને આગળ લઈ જવામાં આવશે. આ બધા વચ્ચે આ વિવાદને શાંત કરવા માટે ભાજપના નેતાઓ ફરી મેદાનમાં આવ્યા છે. 


ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો હતા બેઠકમાં હાજર 

ગઈકાલે રાજકોટ તેમજ જામનગર ખાતે ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક બોલાવાઈ હતી જેમાં હર્ષ સંઘવી, ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર, ભરત બોઘરા સહિતના નેતાઓ હાજર હતા.  પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કેવી રીતે થાય તે અંગેની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. તે ઉપરાંત એવી પણ વાત સામે આવી છે કે ક્ષત્રિય સમાજના ભાજપના નેતાને સૂચના આપવામાં આવી છે. નેતાઓને સમાજ વચ્ચે જવા કહેવામાં આવ્યું છે અને લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન સમાજના લોકો કરે તે માટે સમાજના લોકોને અપીલ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.  ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલની શરૂઆત કરવામાં આવી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?