રાજ્યમાં પોલીસ ભરતી માટે દિવસ-રાત તૈયારીઓ કરી રહેલા યુવાનો માટે આનંદના સમાચાર આવ્યા છે. છેલ્લા ઘણાં સમયથી પોલીસ ભરતીની ફિઝિકલ ટેસ્ટની રાહ જોઈ રહેલા ઉમેદવારોની આતુરતાનો આખરે ટૂંક સમયમાં અંત આવશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ભરતીની ફિઝિકલ ટેસ્ટ લેવાની જાહેરાત કરી છે.
Police ભરતીને લઈને Harsh Sanghaviએ કહ્યું, સપ્ટેમ્બર મહિનામાં લેવાઈ શકે છે Physical Test#policebharti #physicaltest #harshsanghavi #gujaratpolice #gujarat #jamawat #jamawatupdate pic.twitter.com/pmgXnw61G2
— Jamawat (@Jamawat3) May 18, 2023
હર્ષ સંઘવીએ શું કહ્યું?
Police ભરતીને લઈને Harsh Sanghaviએ કહ્યું, સપ્ટેમ્બર મહિનામાં લેવાઈ શકે છે Physical Test#policebharti #physicaltest #harshsanghavi #gujaratpolice #gujarat #jamawat #jamawatupdate pic.twitter.com/pmgXnw61G2
— Jamawat (@Jamawat3) May 18, 2023પોલીસની ભરતી મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આગામી સપ્ટેમ્બર સુધીમાં પોલીસ ભરતીની ફીઝીકલ ટેસ્ટ લેવાની જાહેરાત કરવામાં આવશે.પોલીસ ભરતી માટેની ફિઝિકલ ટેસ્ટ યોગ્ય વાતાવરણમાં લેવી પડતી હોવાથી ઉનાળા અને ચોમાસાના કારણે ફિઝિકલ ટેસ્ટમાં વિલંબ થયો છે. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ ભરતીને જે ફીઝીકલ પરીક્ષા લેવાતી હોય છે તે યોગ્ય વાતાવરણમાં લેવી પડે છે. હવે કોઈ યુવાને વધુ રાહ જોવી પડશે જ નહી ગરમીની સીઝન પૂર્ણ થાય તેવી તરત જ તેની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. અને પોલીસની ભરતીમાં ફીઝીકલ પરીક્ષા ગરમી તેમજ ચોમાસામાં લેવામાં ખૂબ તકલીફ પડતી હોય છે. આ કારણે આગામી સપ્ટેમ્બર મહિના બાદ પોલીસ ભરતી માટે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. આ માટે સપ્ટેમ્બર મહિના સુધીમાં સરકાર દ્વારા પોલીસ ભરતીનું આયોજન કરવામાં આવશે.
8 હજાર પોલીસકર્મીઓની થશે ભરતી
અત્રે ઉલ્લેખનિય છે કે બે મહિના અગાઉ હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં 8000 જેટલા પોલીસ કર્મચારીઓની ભરતી કરવાની જાહેરાત કરી હતી. જેમાં 325 બિન હથિયારી PSI, હથિયારી, બિન હથિયારી કૉન્સ્ટેબલની 6324 જગ્યાઓ પર ભરતી કરવાનું જણાવાયું હતુ. આ ઉપરાંત 628 પુરુષ જેલ સિપાઈ અને 57 મહિલા સિપાઈની ભરતી કરવામાં આવવાની જાહેરાત કરાઈ હતી.