Hariyana : પતિ વિરૂદ્ધ ફરિયાદ કરવા મહિલા પોલીસ સ્ટેશન પહોંચી પરંતુ ત્યાં હાજર રહેલા પોલીસકર્મીએ જે કર્યું તે શરમજનક છે.... જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-05 13:20:00

મહિલા પર થતાં અત્યાચાર પ્રતિદિન વધી રહ્યા છે. દેશમાં અનેક એવી મહિલાઓ છે જે કોઈ વખત ઘરેલુ હિંસાનો ભોગ બનતી હોય છે અથવા તો કોઈના હવસનો ભોગ બનતી હોય છે. અનેક વખત સ્ત્રી સશક્તિકરણની વાતો કરવામાં આવે છે, અનેક વખત એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓએ પોતાના માટે અવાજ ઉઠાવવો જોઈએ. પોતાના પર થતાં અત્યાચાર સામે ફરિયાદ કરવી જોઈએ. ત્યારે હરિયાણાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મહિલા પોતાના પતિ વિરૂદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચે છે. પતિના ત્રાસથી છુટકારો મળે તે માટે તે પોલીસસ્ટેશન આવી પરંતુ તે પોલીસકર્મીઓના મિત્રોથી ન બચી શકી.   



પોલીસ ઈન્સ્પેક્ટરે જ મહિલાને મિત્રોને હવાલે કરી!   

હરિયાણાથી દિલને કંપાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. પોતાના પતિ વિરૂદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી. પરંતુ ત્યાં હાજર પોલીસકર્મીએ વિવાહીત મહિલાને પોતાના મિત્રોને હવાલે કરી દીધી. આ ઘટના અંગે પોલીસના અધિકારીએ જણાવ્યું કે એક મહિલા પોતાના પતિ વિરૂદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચે છે અને ત્યાં હાજર પોલીસ સબ ઈન્સપેક્ટર તેને પોતાના મિત્રોના હવાલે કરી દે છે. 


આટલા લોકોના હવસનો શિકાર બની મહિલા!  

મીડિયા રિપોટર્સ અનુસાર પોલીસ સબ ઈન્સપેક્ટરે મહિલાને બલ્લી નામના વ્યક્તિને સોંપી. બલ્લી મહિલાને ખેતરમાં બનેલી ઝુંપડીમાં લઈ ગયો જ્યાં બે લોકો પહેલેથી હાજર હતા. ત્રણેય લોકોએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી. મહિલા પર સામૂહિક બળાત્કાર કર્યું અને અશ્લીલ વીડિયો પણ બનાવ્યા. તે બાદ શાંતિ નામની મહિલાના ઘરે પીડિતાને લઈ જવામાં આવી, જ્યાં નશાની દવા તેને આપવામાં આવી અને આખી રાત તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યો. તે બાદ ષડયંત્ર અંતર્ગત મહિલાને બિજેન્દ્ર નામના વ્યક્તિને વેચી દેવાઈ.



એવી પણ માહિતી સામે આવી રહી છે કે બિજેન્દ્રએ પણ મહિલાનું શારીરિક શોષણ કર્યું અને પછી તેના સાળાને સોંપી દીધી. સાળા ગજેન્દ્રએ પણ મહિલા પર દુષ્કર્મ આચર્યું. તે બાદ જબરદસ્તી મહિલાને કાગળો પર સાઈન કરાવડાઈ અને અંગૂઠો પણ લેવામાં આવ્યો. આની સામે ઈન્સપેક્ટરને એક લાખ રૂપિયા આપ્યા અને તે બાદ પોલીસકર્મીએ કહ્યું કે આ મામલે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે. પીડિતાને ત્યાં જ બાંધીને રાખી મૂકાઈ. 30 ઓગસ્ટના દિવસે મહિલાના હાથમાં ફોન આવ્યો. 



મહિલાને ફોન મળતા જ પોલીસને કરાઈ આ અંગે જાણ

ફોન મળતા જ મહિલાએ પોલીસને આ અંગેની જાણકારી આપી. ઉપરાંત પતિ અને માતાને પણ માહિતી આપી. માહિતી મળતા જ પોલીસ ગજેન્દ્રના ઘરે આવી અને મહિલાને પોલીસસ્ટેશન લઈ જવાઈ જે બાદ પરિવારને સોંપવામાં આવી હતી. આ ઘટના બની છે તે હસનપુર થાના વિસ્તારમાં બની છે અને 27 જુલાઈના રોજ મહિલા કેસ કરવા માટે પોલીસ સ્ટેશન ગઈ હતી. આ મામલે ઈન્સપેક્ટર સહિત સાત લોકો વિરૂદ્ધ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. મહિલાએ આ મામલે ફરિયાદ કરી છે. 


પોતાના ઘરમાં પણ હવે મહિલાઓ સુરક્ષિત નથી!

મહત્વનું છે કે અનેક લોકો સ્ત્રીને વસ્તુ માને છે, સ્ત્રીની કિંમત લગાવે છે. એ વસ્તુ યાદ રાખવી પડશે કે સ્ત્રી કોઈ કોઈ વસ્તુ નથી કે તેની કિંમત લગાવાઈ શકાય. અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં છોકરીઓ પણ સુરક્ષિત નથી. પોતાના ઘરમાં પણ હવે મહિલાઓ હવે સુરક્ષિત નથી. પાકિસ્તાનથી પણ એક સમાચાર સામે આવ્યા હતા જેમાં ડોક્ટરે દર્દી પર દુષ્કર્મ આચર્યું હતું.     



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.