હાર્ટ એટેકની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી, હારીજમાં એક શિક્ષકનું શાળામાં જ મોત


  • Published By :
  • Published Date : 2023-02-17 13:41:01

ગુજરાતમાં હ્રદયરોગની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી ગઈ છે, હાર્ટ એટેકની સમસ્યાથી નાના-મોટા સૌ કોઈ માટે પરેશાન કરી રહી છે. શિયાળાની કાતિલ ઠંડીમાં લોકો હાર્ટ એટેકથી મોતને ભેટી રહ્યા છે. આજે પાટણના હારીજની મોડેલ સ્કૂલનાં શિક્ષકનું ચાલું શાળા દરમિયાન મોત નિપજ્યું છે. ભરતભાઈ સબુરભાઈ પરમાર નામનાં શિક્ષકનું હાર્ટ એટેકથી મોત થતાં શાળા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. હાલ શિક્ષકની લાશને પોસ્ટ મોર્ટમ માટે હારીજની સરકારી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.


ગઈ કાલે જ રાજકોટમાં યુવકનું થયું હતું મોત


હજુ ગઈ કાલે જ રાજકોટમાં ક્રિકેટ રમીને પરત જઈ રહેલા યુવકનું મોત થઈ ગયું હતું, યુવકનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું છે. ભરત બારિયા નામનો યુવક લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. અન્ય યુવકો સાથે તે ક્રિકેટ રમીને જ્યારે પરત જઈ રહ્યો હતો ત્યારે અચાનક તેની તબિયત લથડી હતી અને ગણતરીની મિનિટોમાં તેનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે 8 દિવસ અગાઉ પણ શહેરમાં ક્રિકેટ અને ફૂટબોલ રમતા યુવકના મોતની ઘટના બની હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.