હાર્દિક મહેસાણા જિલ્લામાં એક વર્ષ સુધી પ્રવેશ કરી શકશે


  • Published By :
  • Published Date : 2022-11-11 16:33:36

ભારતીય જનતા પાર્ટીના વિરમગામના ઉમેદવાર હાર્દિક પટેલને હાઇકોર્ટે રાહત આપી છે.મહેસાણા જિલ્લામાં હાર્દિક પટેલ માટે પ્રવેશ દ્વાર ખૂલી ગયા છે. વિસનગર તોડફોડના કેસમાં હાર્દિક પટેલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.1 વર્ષ સુધી હાર્દિક પટેલ માટે મહેસાણા જિલ્લાના દ્વાર ખુલ્યા છે.


શું હતો આખો મામલો ?

વિસનગરમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બાદ ધારાસભ્ય કાર્યાલય સહિતના તોડફોડ કેસમાં શહેર પોલીસ મથકે પાસના નેતા હાર્દિક પટેલ, એસ.પી.જી.ના લાલજી પટેલ સહિત સ્થાનિક પાટીદાર આગેવાનો સહિત 17 વિરુધ્ધ ગુનો દાખલ થયો હતો. જે ગુનો અનામત આંદોલનનો રાજ્યમાં પ્રથમ ગુનો હતો. 

કોર્ટે હાર્દિકને મહેસાણા જિલ્લામાં જવા મનાઈ ફરમાવી હતી . પાટીદાર અનંત આંદોલનની શરૂઆત આમ જોઈએ તો મહેસાણાથી શરૂ થઈ હતી પહેલૂ તોફાન અને પહેલો કેસ પણ અહીજ થયો હતો. પાટીદારોના ગઢ મહેસાણામાં ના જવા માટે હાર્દિક પટેલને કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો હતો. જેમાં હવે હાર્દિકને રાહત મળી છે તે હવે 1 વર્ષ સુધી મહેસાણા જિલ્લામાં જઈ શકશે 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?