હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, સર્વોચ્ચ અદાલતે નિયમિત જામીન મંજૂર કર્યા


  • Published By :
  • Published Date : 2023-04-28 15:21:00

રાજ્યમાં 2015ના પાટીદાર આંદોલન દરમિયાન થયેલા રમખાણો, હિંસા અને આગચંપીના કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે ભાજપના નેતા હાર્દિક પટેલને મોટી રાહત આપી છે. વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ એએસ બોપન્ના અને હિમા કોહલીની બેંચે આ કેસની સુનાવણી હાથ ધરી હતી.


હાર્દિક પટેલ પર આરોપ શું છે?


ગુજરાતમાં વર્ષ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન વખતે ગુજરાતમાં હિંસા ફાટી નીકળી હતી. જે બાદ હાર્દિક પટેલની સામે કેસ નોંધાયો હતો. હાર્દિક પટેલને શરૂઆતમાં મહેસાણાની નીચલી અદાલતે દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. 


સુપ્રીમ કોર્ટમાં કરી હતી અરજી


મહેસાણાની નીચલી અદાલતના ચુકાદાને હાર્દિક પટેલે વર્ષ 2019માં હાઈકોર્ટમાં પડકારી હતી. હાર્દિક પટેલે તેમની સજાને સ્થગિત કરવા માટે અરજી કરી હતી. જોકે, હાઈકોર્ટે હાર્દિક પટેલની આ અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે અરજી ફગાવ્યા બાદ હાર્દિક પટેલે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. 


સુપ્રીમ કોર્ટે સજા પર સ્ટે આપ્યો હતો


સુપ્રીમ કોર્ટમાં હાર્દિક પટેલે અપીલ કરી હતી કે તેમની સજાને પાછી ખેંચવામાં આવે, જેથી તેઓ ચૂંટણી લડી શકે. જે પછી સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રમખાણો અને આગજનીની અપીલો પર ચુકાદો ન આવે ત્યાં સુધી હાર્દિક પટેલની સજા પર રોક લગાવી લીધી હતી. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2020માં હાર્દિક પટેલને ધરપકડછી વચગાળાનું રક્ષણ આપ્યું હતું.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?