પાટીદાર આંદોલનથી ચમકેલા હાર્દિક પટેલ પાસે કેટલી સંપત્તિ અને પોલીસ કેસ છે? જાણો


  • Published By :
  • Published Date : 2022-11-16 15:26:01

ગુજરાતમાં વર્ષ  2015માં પાટીદાર અનામત આંદોલનથી દેશભરમાં ચમકેલા હાર્દિક પટેલ ભાજપની ટિકિટ પર વિરમગામથી ચૂંટણી લડી રહ્યા છે. હાર્દિક પટેલે ગઈકાલે શક્તિ પ્રદર્શન કરી વિરમગામ બેઠકથી ફોર્મ ભર્યું હતું. હાર્દિક પટેલે પોતાનું પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું તે સમયે રજૂ કરેલા સોગંદનામામાં તેના શિક્ષણ, સંપત્તી અને પોલીસ કેસો અંગે માહિતી હતી. 


હાર્દિક પટેલ પાસે જંગમ અને સ્થાવર મિલકત કેટલી છે?


હાર્દિક પટેલના સોગંદનામા મુજબ તેમણે વર્ષ 2021-22નું રિટર્ન જ ભર્યું છે આ પહેલા કોઈ રિટર્ન ભર્યુ નથી. વર્ષ 2021-22 દરમિયાન તેમણે 4.90 લાખની વાર્ષિક આવક થઈ જ્યારે તેમના પત્ની કિંજલ પટેલ પણ આ દરમિયાન 4.79 લાખની વાર્ષિક આવક દર્શાવી છે. હાર્દિક પાસે હાલ 88 હજાર રોકડ તથા પત્ની કિંજલ પાસે 24 હજાર રોકડ છે. હાર્દિકના એક્સિસ બેંક એકાઉન્ટમાં 970 રૂપિયા છે જ્યારે અમદાવાદ ડિસ્ટ્રીક્ટ બેંકમાં 1100 રૂપિયા છે. જ્યારે તેના પત્ની કિંજલ પટેલના PNB એકાઉન્ટમાં 11,055 તથા મહેસાણા અર્બન ડો.ઓ.બેંકમાં 47,354 રૂપિયા છે.


તે ઉપરાંત હાર્દિક પટેલ પાસે 4.68 લાખની કિંમતનું 9 તોલા સોનાના દાગીના છે જ્યારે 1.50 લાખની કિંમતની 2.50 કિલો ચાંદી છે. કિંજલ પાસે 11.44 લાખની કિંમતના 22 તોલા સોનું અને 1.08 લાખનું 1.8 કિલો ચાંદી છે. હાર્દિક પટેલ પાસે કુલ 4.25 વિઘા ખેતીની જમીન છે. જેની બજાર કિંમત 38 લાખ રૂપિયા થાય છે. ઉપરાંત તેણે ચંદ્રનગર ગ્રુપ સે.સ મંડળીમાંથી રૂ.2 લાખની લોન પણ લીધેલી છે. હાર્દિક પટેલે સોગંદનામા મુજબ અમદાવાદની સહજાનંદ કોલેજમાંથી બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. જે 2013માં પૂરો થયો હતો.


હાર્દિક પટેલ સામે 9 જેટલા ગુનાઓ


હાર્દિક પટેલે અનમાત આંદોલન શરૂ કર્યું તે સમયે તેમની સામે કુલ 9 જેટલા ગુનાઓ નોંધાયા હતા. જેમાં કડીમાં ધમકી આપવા અંગે, વસ્ત્રાપુર, અમરોલીમાં ઉશ્કેરણી જનક સલાહ આપવા, અમદાવાદ ડી.સી.બી પોલીસ સ્ટેશનમાં સરકાર પ્રત્યે અનાદર ફેલાવવા અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાનો, પાટણ બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 395, 427, 323, 504, 506 (2) મુજબ ગુનો નોંધાયો છે, વરાછા પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રેલી કાઢવાનો, ગાંધીનગરમાં IPCની કલમ 452, 504, 192, 114, 193ની કમલ હેઠળ, નિકોલ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 143, 147, 149, 353, 188, 186, 120 (B), 294(B), 34, 506(1)ની કલમો તથા કામરેજ પોલીસ સ્ટેશનમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ, તેમજ જાહેર મિલકતને નુકસાન કરવાના કેસ નોંધાયેલા છે. જેમાં એક કેસમાં હાર્દિક પટેલને રૂ. 50 હજારનો દંડ તથા 2 વર્ષની કોર્ટની સજા સંભળાવવામાં આવેલી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?