વેલેન્ટાઈન ડેના દિવસે ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ નતાશા સાથે ક્રિશ્ચિયન રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. જ્યારે તેના બીજા દિવસે હિંદુ રીતિ રિવાજ અનુસાર સાત ફેરા લઈ લગ્નના બંધનમાં બંધાયા હતા. ઉદેયપુર ખાતે આ મેરેજનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર મેરેજની તસવીરો શેર કરી છે. જેમાં બંને રોયલ લૂકમાં જોવા મળ્યા હતા. આ લગ્ન સમારોહમાં તેમનો પુત્ર સામેલ હતો.
2020માં સાદાઈથી કર્યા હતા લગ્ન
કોરોના મહામારીને કારણે હાર્દિક પંડ્યા અને નતાશાએ સાદાઈથી લગ્ન કર્યા હતા. કોર્ટ મેરેજના ત્રણ વર્ષ બાદ તેમણે ક્રિશ્ચિયન તેમજ હિંદુ રીતિ રિવાજ અનુસાર બે વખત લગ્ન કર્યા હતા. નતાશા અને હાર્દિકના ડેટિંગની વાતો 2020માં સામે આવી હતી. 2020ની શરૂઆતમાં હાર્દિકે નતાશા સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો જેમાં લખ્યું તૂ મેરી મેં તેરા જાને સારા હિન્દુસ્તાન,#Engaged.જે બાદ સાદાઈથી કોર્ટ મેરેજ કરી લીધા હતા.
ક્રિશ્ચિયન રીતિ રીવાજ બાદ હિંદુ ધર્મ અનુસાર કર્યા લગ્ન
14 ફેબ્રુઆરીના રોજ હાર્દિક અને નતાશાએ ક્રિશ્ચિયન રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરાઈ હતી જેમાં વ્હાઈટ ડ્રેસમાં જોવા મળી હતી. બીજા દિવસે હિંદુ રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. સોશિયલ મીડિયા પર તેમણે લગ્નની તસવીરો શેર કરી
માતા પિતાના લગ્નમાં તેમનો પુત્ર હતો સામેલ
2020ના રોજ હાર્દિક અને નતાશાએ કોર્ટ મેરેજ કરી લગ્નના બંધનમાં બંધાયા હતા પરંતુ તેમણે ગઈ કાલે ઉદયપુર ખાતે ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર લગ્નની અનેક તસવીરો શેર કરવામાં આવી હતી. ખાસ વાત એ હતી કે માતા પિતાના લગ્નમાં તેમનો બે વર્ષનો દિકરો પણ સામેલ હતો. 14 તારીખે ક્રિશ્ચિયન રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા હતા જ્યારે તેના બીજા દિવસે હિંદુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે.