રશિયા પાસેથી ઓઈલ ખરીદવા પર ભારતે અમેરિકાને સંભળાવી દીધું


  • Published By :
  • Published Date : 2022-11-01 19:34:27

કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ રશિયા પાસેથી તેલ ખરીદવા મામલે અમેરિકાના વાંધા પર નિવેદન આપ્યું છે. હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે ભારતની 130 કરોડની જનતાને પેટ્રોલ, ડીઝલ અને ગેસની જરૂરિયાત પૂરી કરવી અમારી જવાબદારી છે. જ્યારે હંગરી, ચીન અને જાપાનને પ્રતિબંધ હોવા છતાં રશિયા પાસેથી ઓઈલ ખરીદે છે તો ભારત શા માટે ના ખરીદી શકે. 


તેલની આયાતમાંથી રશિયા પાસેથી તો 2 ટકા જ લીધું છે

યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે અમેરિકા અને પશ્ચિમના દેશોએ રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા હતા. બીજા દેશોને પણ કહી દેવામાં આવ્યું હતું કે રશિયા પાસેથી કોઈ કંઈ પણ ના ખરીદે. આ દેશોએ ભારતની સરકાર પર પણ દબાવ કર્યું હતું કે રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ના ખરીદવામાં આવે. ત્યારે ભારતે સમગ્ર મામલે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું. 


વિદેશી ચેનલે હરદીપસિંહ પૂરીને પૂછ્યો હતો સવાલ 

વિદેશી ચેનલે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીને રશિયા પાસેથી તેલ ખરીદવા મામલે સવાલ કર્યો હતો કે ભારત કેમ રશિયા પાસેથી વધારે તેલ ખરીદે છે? ત્યારે પેટ્રોલિયમ મંત્રીએ જવાબ આપ્યો હતો કે ભારતે ત્રણ મહિનામાં રશિયા પાસેથી એટલું તેલ ખરીદ્યું છે જેટલું યુરોપ એક દિવસમાં રશિયા પાસેથી ખરીદે છે. આ વર્ષે ભારતે રશિયા પાસેથી કુલ તેલની ખરીદીના 2 ટકા તેલ જ ખરીદ્યું છે. ભારત સૌથી વધુ તેલ ઈરાક પાસેથી ખરીદે છે. 


યુક્રેન અને રશિયાના યુદ્ધ બાદ અમેરિકા અને યુરોપના દેશોએ અન્ય દેશો પર દબાવ નાખ્યો હતો કે કોઈ પણ રશિયા સાથે વેપારના સંબંધ ના રાખે. ત્યારથી આ મુદ્દો ચગ્યો હતો. આ મામલે અગાઉ ઘણીવાર વિદેશ મંત્રી એસ જયશંકરને પણ સવાલો પૂછવામાં આવ્યા છે જે મામલે વિદેશ મંત્રીએ પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે ભારતને શું ક્યાંથી ખરીદવું તે ભારત નક્કી કરશે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?